લંડન: બ્રિટનમાં સૌથી અમીર લોકોને રવિવારે જાહેર કરવામાં આવેલી વાર્ષિક યાદીમાં ભારતવંશી હિંદુજા બંધુઓને બીજું સ્થાન મળ્યું છે. યાદીમાં પહેલા ક્રમ પર કેમિકલ બિઝનેસમેન જિમ રેટક્લિફ છે. સંડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં લંડનના શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજાની અનુમાનિત સંપત્તિ 20.64 અરબ પાઉન્ડ બતાવવામાં આવી છે. તો પહેલાં સ્થાન પર બિરાજમાન રેટક્લિફની સંપત્તિ 21.05 અરબ પાઉંડ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: પરીક્ષામાં ચોરી રોકવા મહિલાઓના ડ્રેસ પર ફેરવી કાતર 


યૂકેના 1000 સૌથી અમીર લોકોની વર્ષ 2018ની યાદીમાં હિંદુજા બંધુઓએ ભારતીય મૂળના 47 અમીરોને પાછળ ધકેલી દીધા છે. યાદીને તૈયાર કરનાર રોબર્ટ વોટ્સે કહ્યું કે બ્રિટન બદલાઇ રહ્યું છે. આજના સુપર રિચમાં તે લોકો સામેલ છે જે ચોકલેટ વેચવા, પેટ ફૂડ અને ઇંડાના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 


આ યાદીમાં ઘણા એવા લોકો છે જે ખૂબ સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે, જેમણે સ્કૂલમાં સંઘર્ષ કર્યો છે અથવા જે આધેડ ઉંમર સુધી પોતાનો વ્યવસાય શરૂ કરી શક્યા ન હતા. યાદીમાં 15.26 અરબ પાઉંડ સાથે બ્રિટિશ-અમેરિકન ઉદ્યોગપતિ સાથે મીડિયા મુગલ બનેલા સર લેન બ્લાવત્નિક ત્રીજા સ્થાન પર છે. 


યાદીમાં ભારતીય મૂળના બિઝનેસમેન શ્રી પ્રકાશ લોહિયા 25મા, બી શેટ્ટી 59મા, અરોડા બંધુ 60મા સ્થાન પર છે. યાદીમાં બાયોકોનની કિરણ મજદૂરદાર શો 75મા સ્થાન પર છે. જ્યારે લોર્ડ સ્વરાજ પોલ અને તેમનો પરિવાર 90મા સ્થાન પર છે. 


જિમ રેટક્લિફ- 21.05 પાઉંડ અરબ
હિંદુજા બ્રધર્સ- 20.64 પાઉંડ અરબ
લેન બ્લાવત્નિક- 14.26 પાઉંડ અરબ
રૂબેન બંધુ- 15.09 પાઉંડ અરબ
લક્ષ્મી મિત્તલ- 14.66 પાઉન્ડ અરબ