પંપ બનાવનારી આ કંપનીએ રોકાણકારોને કર્યાં માલામાલ, ત્રણ વર્ષમાં આપ્યું 280% રિટર્ન, હવે મળ્યા બે મોટા ઓર્ડર
શક્તિ પંપ્સ ઈન્ડિયા લિમિટેડ પંપ અને મોટર બનાવનારી જાણીતી કંપનીઓમાંથી એક છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેના સ્ટોકે ઈન્વેસ્ટરોને 280 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીને હાલમાં બે મોટા ઓર્ડર મળ્યા છે.
નવી દિલ્હીઃ શક્તિ પંપ્સ ઈન્ડિયા લિમિટેડ (Shakti Pumps India Limited)એ છેલ્લાં ત્રણ વર્ષમાં પોતાના શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન કંપનીના શેરની કિંમત 16 ઓક્ટોબર 2020ના 238.30 રૂપિયાથી 9 ઓક્ટોબર, 2023ના 911.80 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ રીતે ત્રણ વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં 280 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. કંપનીના શેરમાં ત્રણ વર્ષ પહેલા એક લાખ રૂપિયાના રોકાણની કિંમત આજે 3.80 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
કંપનીને અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ પાસેથી 149.71 કરોડ રૂપિયા અને ઉત્તર પ્રદેશ સરકારના કૃષિ વિભાગથી પીએમ-કુસમ 3 યોજના હેઠળ 293 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડર ગ્રીડ-કનેક્ટેડ સોલાર વોટર પમ્પીંગ સિસ્ટમના અમલીકરણ અને સોલર વોટર પમ્પીંગ સિસ્ટમના સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે છે.
આ પણ વાંચોઃ આ 5 પ્રકારના ખર્ચ તમને ધીરે-ધીરે બનાવશે કંગાળ, તમે ગમે તેટલી કમાણી પડશે ઓછી
શક્તિ પંપ્સ મુખ્ય રૂપથી વિવિધ પ્રકારના પંપ્સ અને મોટર્સના નિર્માણમાં કાર્ય કરે છે. તે સિંચાઈ, બાગાયત, ઘરેલું પાણી પુરવઠો અને વાણિજ્યિક અને ઔદ્યોગિક એપ્લિકેશનો જેવી વિવિધ એપ્લિકેશનો માટે અદ્યતન વોટર પમ્પિંગ સોલ્યુશન્સ પણ પ્રદાન કરે છે. તેની શક્તિ બ્રાન્ડ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં જાણીતું નામ છે. આજે આ સ્ટોક 896 રૂપિયા પર બંધ થયો હતો. આ સ્ટોકમાં આજે 17 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો. આ સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 963 રૂપિયા છે અને લો 380.15 રૂપિયા છે. કંપનીનો આરઓસીઈ 10.04 ટકા અને આરઓઈ 5.95 ટકા છે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1670 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube