મોંઘી થશે હોમ અને કાર લોન, તમારા EMIમાં આવશે કેટલો ફરક? જાણવા કરો ક્લિક
ભારતીય રિઝર્વે બેન્કે જૂનમાં રેપોરેટમાં વધારો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં 25 બેઝિક પોઇન્ટનો વધારો કર્યો છે.
મુંબઈ : ભારતીય રિઝર્વે બેન્કે જૂનમાં રેપોરેટમાં વધારો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં 25 બેઝિક પોઇન્ટનો વધારો કર્યો છે. વ્યાજદરોની સીધી અસર સામાન્ય માનવી પર પડે છે. વ્યાજદરોમાં થયેલા વધારાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રેપો રેટ વધવાથી બેન્ક પાસેથી તમારા માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય કર્જ લેવું મોંઘુ સાબિત થશે. તેના કારણે તમારા ખિસ્સા પર વધુ વ્યાજ દરનો માર પડશે.
આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે આ બેઝિક પોઇન્ટ વધવાથી હોમ લોન અને કાર લોનના માસિક EMI અને ક્રમશ: વાર્ષિક બોજમાં સારો એવો વધારો થાય છે.
હોમ લોન EMIનો બોજ | ||||
હોમ લોન |
સમયગાળો | જૂની EMI | નવી EMI (0.25% વધેલા વ્યાજ સાથે) | વાર્ષિક બોજ |
30 લાખ રૂ. | 25 વર્ષ | 24055.81 | 24562.48 | 6080 રૂ. |
નોંધ : SBIના વર્તમાન હોમ લોન વ્યાજદર 8.45ના આધારે (0.25% વધેલા વ્યાજ સાથે નવી EMI) |
||||
કેટલી વધશે કાર લોનની EMI |
||||
કાર લોન |
સમયગાળો | જૂની EMI | નવી EMI | વાર્ષિક બોજ |
5 લાખ રૂ. | 5 વર્ષ | 10354.93 રૂ. | 10415.62 રૂ. | 732 रुपए |
નોંધ : SBIના વર્તમાન હોમ લોન વ્યાજદર 8.90ના આધારે (0.25% વધેલા વ્યાજ સાથે નવી EMI) |
ક્રૂડના ભાવમાં વૃદ્ધિને પગલે ફુગાવો વધવાના જોખમને ધ્યાનમાં લઈને મધ્યસ્થ બેન્કે પોલિસી રેટમાં વધારો કરવાનો નિર્ણચ કર્યો હતો. આ સાથે હવે હોમ તેમજ ઓટો લોન મોંઘી થશે. મોનેટરી પોલિસી કમિટીએ આજે મેક્રો ડેટાનો વિચાર કર્યા બાદ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટસનો વધારો કર્યો હોવાનું ભારતીય રિઝર્વ બેન્કે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
મૌદ્રિક નીતિ સમિતિએ કહ્યું કે ઘરેલૂ સ્તર પર મોંઘવારીને લઇને અનિશ્વિતતાનો સમય છે. એટલા માટે આવનારા મહિનામાં એની પર નજીકની નજર રાખવી જરૂરી છે. સમિતિએ ચોમાસાને લઇને કહ્યું કે હાલમાં ચોમાસું દેશભરમાં સામાન્ય રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં એમના ક્ષેત્રીય વિતરણ પર નજર રાખવાની જરૂર છે. પાક મામલે વધારે ધ્યાન રાખવું પડશે.