Home Loan ચૂકવ્યા બાદ આ જરૂરી કામ કરવાનું ભૂલશો નહી, ભવિષ્યમાં થશે ફાયદો
એક સાધારણ લાગતું આ સર્ટિફિકેટ ફ્યૂચરમાં તમને ખૂબ કામ લાગે છે. એનઓસી લેવું ખૂબ જરૂરી છે. તેના ઘણા ફાયદા છે. હોમ લોન ચૂકવ્યા બાદ એનઓસી (No Objection Certificate) લેવાનો અર્થ છે કે હવે તમારા પણ કોઇ દેણદારી બાકી નથી.
નવી દિલ્હી: હોમ લોન (Home Loan) દરેકની જરૂરિયાત બની ગઇ છે. હોમ લોન લેવામાં જેટલી સાવધાની અને જાગૃતતા વર્તવામાં આવે એટલી સાવધાની અને જાગૃતતા બેન્ક (Bank) અથવા નાણાકીય સંસ્થાઓ (Financial Institute) ને હોમ લોન (Home Loan) પુરી ચૂકવ્યા બાદ પણ સાવધાની વર્તવી જોઇએ. હોમ લોન ચૂકવ્યા બાદ મોટી રાહત અને શાંતિ મળે છે પરંતુ આ રાહતમાં નો ઓબ્ઝેકશન સર્ટિફિકેટ (No Objection Certificate) એટલે કે એનઓસી (NOC) પ્રાપ્ત કરવાનું ન ભૂલો. જો તમે આ સર્ટિફિકેટ લીધું નથી તો ફરીથી લોન લેતી વખતે તમે આ સાબિત કરી શકે શકશો નહી કે તમે પાછળની લોન ચૂકવી નથી.
હોમ લોન, કાર લોન પર SBI ની બંપર ફેસ્ટિવલ ઓફર્સ, જુઓ શું છે સ્કીમ
ખૂબ જરૂરી છે NOC
એક સાધારણ લાગતું આ સર્ટિફિકેટ ફ્યૂચરમાં તમને ખૂબ કામ લાગે છે. એનઓસી લેવું ખૂબ જરૂરી છે. તેના ઘણા ફાયદા છે. હોમ લોન ચૂકવ્યા બાદ એનઓસી (No Objection Certificate) લેવાનો અર્થ છે કે હવે તમારા પણ કોઇ દેણદારી બાકી નથી. ભવિષ્યમં બેન્કની પ્રોપર્ટી પર કોઇ ક્લેમ ન કરી શકે.
દરરોજ 80 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 28,000 રૂપિયા પેન્શન, LIC ની આ પોલિસી
શું કરશો જો ન મળે 'ડ્યૂ સર્ટિફિકેટ'
જો તમે લોન ચૂકવવા માટે સમય પહેલાં ચૂકવણી કરો છો તો લોન લેનાર લોન સમાપ્ત થતં જ તમને એનડીસી આપે છે. ચેક દ્વારા લોનના પ્રીપેમેન્ટ કરવાથી આ બધા ઇએમઆઇની ચૂકવણી બાદ લોન જાતે જ બંધ થઇ જાય છે. બેંક લોન લેનાર વ્યક્તિને પત્ર લખીને જાણ કરે છે કે તે પોતાની અસલી દસ્તાવેજ બેંક પાસેથી લઇ જાય. જો આવો પત્ર લોન લેનાર વ્યક્તિને મળતો નથી તો તેને લોન આપનારનો સંપર્ક કરવો જોઇએ. બેંકમાંથી મળનાર એનડીસી જો ખોવાઇ જાય છે તો બેંકનો સંપર્ક કરી તેની ડુપ્લીકેટ કોપી લેવી જોઇએ.
બેન્ક લોકરમાં રાખેલું સોનું ચોરી થશે તો નહી મળે એકપણ રૂપિયો, જાણો નિયમ
ક્લોઝર લેટર
ગ્રાહક લોન લીધા બાદ બેંક અથવા લોન લેનાર નો ડ્યૂઝ સર્ટિફિકેટ અથવા ક્લોઝર લેટર જાહેર કરે છે. આ સર્ટિફિકેટ અથવા લેટર જ આ વાતનું પ્રમાણ હોય છે કે તમે લોન ચૂકવણી કરી ચૂક્યા છે. કેટલીક બેંક એનડીસીની સાથે-સાથે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ પણ જાહેર કરે છે. ગ્રાહકોને બેંક એવા દસ્તાવેજ સંભાળીને રાખવા જોઇએ. જો પછી આ રીતે લોન લઇને ક્રેડિટ સ્કોરમાં કંઇક ગરબડી થાય છે તો તેના માટે લોન ચૂકવ્યા બાદ મળેલા સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ મદદગાર સાબિત થાય છે.
હોમ લોન
ઇન્કમબ્રેંસ સર્ટિફિકેટ (ઇસી) પરથી મોર્ગેજ દૂર કરવા અપલોડ કરાવી લેવું જોઇએ જો તમે હોમ લોન ચૂકવી ચૂક્યા છો. તેના માટે તમે ક્લોઝર લેટની કોપ સાથે રજિસ્ટ્રર કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. ઇસી એ વાતનો પુરાવો હોય કે કે પ્રોપર્ટી પર કોઇપણ પ્રકારની લોન નથી. એવી પ્રોપર્ટીને સરળતાથી વેચી શકો છો. આ ઉપરાંત તમે જે બેંક પાસેથી હોમલોન લીધી હતી તેની પાસે પોતાના તે દસ્તવેજ લેવાનું ભૂલશો નહી જે લોન લેતી વખતે આપ્યું હતું.
લોન અગેંસ્ટ પ્રોપર્ટી
પ્રોપર્ટીની અગેંસ્ટ લોન લેવાની પ્રક્રિયા હોમ લોન જેવી જ છે. લોન અગેંસ્ટ પ્રોપર્ટીમાં માલિકાના હક લોન લેનાર પાસે હોય છે. જોકે બેંક પાસે અધિકાર હોય છે કે તે ડિફોલ્ડર હોય તો પ્રોપર્ટીને જપ્ત કરી લે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube