Home Loan Pre-Payment: મોંઘવારીના આ સમયમાં લોન વગર ઘર ખરીદવું મુશ્કેલ છે... પરંતુ તમે હોમ લોન દ્વારા સરળતાથી ઘર ખરીદી શકો છો. હોમ લોન ગ્રાહકોને મકાન ખરીદવામાં રાહત આપે છે, પરંતુ લાંબા ગાળે ગ્રાહકોને અનેક ગણા પૈસા ચુકવવા પડે છે. તમે જેટલા લાંબા સમય માટે લોન લેશો એટલું વ્યાજ વધુ ચુકવવું પડશે. આ સમયે હોમ લોનનો દર આસમાન પર છે. ઘણા લોકો હોમ લોન પર 9 ટકા કે તેનાથી વધુ વ્યાજની ચુકવણી કરી રહ્યાં છે. તેવામાં આટલા દરને કારણે ગ્રાહકો ખુબ પરેશાન છે. તેવામાં તમે હોમ લોનને સમય પહેલા ખતમ કરવા ઈચ્છો છો તો સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે સ્માર્ટ રીતે હોમ લોનનું પેમેન્ટ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદાહરણથી સમજો લોનનું ડબલ પેમેન્ટ કરો છો તમે
ધારો કે તમારી પાસે 25 વર્ષ માટે 9 ટકાના વ્યાજ દરે 75 લાખ રૂપિયાની હોમ લોન છે. તમારે દર મહિને 62,940 રૂપિયાની EMI ચૂકવવી પડશે. 25 વર્ષના કાર્યકાળ દરમિયાન તમારે 75 લાખ રૂપિયાની મૂળ રકમ અને 1.14 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. આનો અર્થ એ છે કે જો તમે તમારી લોનને 25 વર્ષની સંપૂર્ણ મુદત માટે બાકી રાખો છો, તો તમારે ઓછામાં ઓછી બમણી લોનની રકમ ચૂકવવી પડશે.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને થશે 50%, પગારમાં થશે બમ્પર વધારો


લોનની ચુકવણીના પ્રારંભિક વર્ષોમાં, તમારી EMIનો મોટો હિસ્સો વ્યાજ તરફ જાય છે. તે જ સમયે, મુખ્ય રકમમાં એક નાનો ભાગ કાપવામાં આવે છે. તેનો અર્થ એ કે પૈસા તમારી મૂળ રકમમાં નીચે જાય છે.


કઈ રીતે લોન પર બચાવી શકો છો 52 લાખ રૂપિયા
એક અન્ય વિકલ્પ છે કે તમે વાર્ષિક પગાર વધારા પ્રમાણે તમારા ઈએમઆઈને વધારી શકો છો. ઘણા લોન લેતા ગ્રાહક 25 વર્ષથી વધુની લોનની ચુકવણી 10-12 વર્ષોમાં કરી દેતા હોય છે. 


દર વર્ષે વધારો EMI અમાઉન્ટ
જેમ-જેમ તમારો વાર્ષિક પગાર વધે છે તેમ-તેમ તમારે હોમ લોન માટે મંથલી EMI વધારી દેવો જોઈએ. ઉદાહરણ દ્વારા કરીએ તો જો તમે તમારી ઈએમઆઈ માત્ર 5 ટકા વધારો છો તો તમારી 25 વર્ષની લોન માત્ર 13 વર્ષમાં સમાપ્ત થઈ શકે છે. તમે દર વર્ષે ઈએમઆઈમાં 5 ટકાનો વધારો કરી વ્યાજમાં લગભગ 52 લાખ રૂપિયા બચાવી શકો છો. 


આ પણ વાંચોઃ IPO માર્કેટમાં જોવા મળશે ધમાલ, 7 કંપનીઓ પર દાવ લગાવવાની તક, જાણો વિગત


સમય પહેલા પૂર્ણ થઈ જશે લોન
એક્સપર્ટનું માનવું છે કે પાંચ ટકા વધુ પેમેન્ટ નથી અને સમય પહેલા લોન સમાપ્ત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. આ રીતે પ્લાન કરી તમે સમય પહેલા લોનનો ઈએમઆઈ ખતમ કરી શકો છો.


7.5 અને 10 ટકા પણ વધારી શકો છો EMI
જો તમે દર વર્ષે ઈએમઆઈમાં 7.5 ટકા અને 10 ટકાનો વધારો કરો છો તો તમારી લોન 12 વર્ષ અને 10 વર્ષમાં સમાપ્ત થઈ જાય છે. અહીં તમે દર વર્ષે ઈએમઆઈમાં ક્રમશઃ 7.5 ટકા અને 10 ટકા વધારી 60 લાખ રૂપિયા અને 65 લાખ રૂપિયા બચાવશો.