હોન્ડાએ કાર માટે બનાવ્યું `માસ્ક`, મુસાફરી સમયે કોરોના વાયરસથી કરશે તમારી સુરક્ષા
કોવિડ-9 વાયરસે આખી દુનિયાને હચમચાવી નાખી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જ માસ્ક લગાવવાની સલાહ પણ સરકારો દ્વારા દુનિયાભરમાં આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, શું તમે વિચારી શકો છો કે કાર પર પણ માસ્ક હોઈ શકે છે
નવી દિલ્હી: કોવિડ-9 વાયરસે આખી દુનિયાને હચમચાવી નાખી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જ માસ્ક લગાવવાની સલાહ પણ સરકારો દ્વારા દુનિયાભરમાં આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, શું તમે વિચારી શકો છો કે કાર પર પણ માસ્ક હોઈ શકે છે, જે કોરોના વાયરસને 99.8 ટકા સુધી નષ્ટ કરી શકે છે.
આ પણ વાંચો:- Gold Price Today: 2021માં ગોલ્ડ તોડશે તમામ રેકોર્ડ, જાણો કેટલે પહોંચી શકે છે ભાવ
બનાવ્યું છે આ માસ્ક
હવે જાયન્ટ ઓટો કંપની હોન્ડાએ પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હોન્ડાએ કોરોના વાયરસથી દૂર રહેવા માટે તેની કાર માટે 'માસ્ક' બનાવ્યું છે. હોન્ડાનું આ 'માસ્ક' કારની કેબિનને ફક્ત કોરોના વાયરસથી જ નહીં, પરંતુ તમામ પ્રકારના વાયરસ અને જંતુઓથી પણ દૂર રાખશે. કંપનીએ તેનું નામ કુરુમાકુ (Kurumaku) રાખ્યું છે. જણાવી દઈએ કે આ ફેસ માસ્કની જેમ નથી અને તે કારના કેબિનમાં આ એક વધારાનો અને વિશેષ સલામતીનું સ્તર છે, જે કેબીનને જોખમી વાયરસથી દૂર રાખશે અને કારમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા કરશે.
આ પણ વાંચો:- ટાવર તોડવાના મામલામાં રિલાયન્સ જીયો પહોંચી HC, કહ્યું- ક્યારેય નથી લીધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જમીન
હોન્ડાએ કહ્યું કે Kurumakuને હોન્ડા એક્સેસ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે તમારા વાહનની કેબીન હવાને સંપૂર્ણપણે સ્વચ્છ રાખે છે અને ખતરનાક વાયરસથી સુરક્ષિત રાખે છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે દરેક જગ્યાએ વાયરસની ચર્ચા થાય છે, ત્યારે અમારી કંપની તેના ગ્રાહકો માટે આ લાવી છે. Kurumakuને એર ક્લીન ફિલ્ટરની ટોચ પર સ્થાપિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જ્યારે તમારી કારમાં હવાનું પ્રસારણ થાય છે, ત્યારે તે બધા વાયરસને દૂર કરશે. તેમાં ઝિંક ફોસ્ફેટ કેમિકલ કન્વર્ઝન ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે, જે કાર પરના રસ્ટને રોકવામાં મદદ કરે છે અને પર્યાવરણ સુરક્ષિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube