નવી દિલ્હી : હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)એ પોતાની લોકપ્રિય સેડાન કાર સિટીનું આજે નવું વેરિયેન્ટ બજારમાં ઉતાર્યું છે. કંપનીએ દિલ્હીમાં આ નવા વેરિયેન્ટની એક્સ શો રૂમ કિંમત રૂપિયા 12.75 લાખ રાખી છે. નવી હોન્ડા સિટી ZX MTમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન છે. નવું મોડલ રીયર પાર્કિંગ સેન્સરથી સુસજ્જ છે. કંપનીના જણાવ્યા અનુસાર, લોકો તરફથી વધુ માગને ધ્યાનમાં રાખીને આ મોડલ બજારમાં રજૂ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1998માં લોન્ચ થઈ હતી હોન્ડા સિટી
કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ડિરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રાજેશ ગોયલે જણાવ્યું કે, 'નવા રંગના વેરિયન્ટ અને રીયર પાર્કિંગ સેન્સર સાથે હોન્ડા સિટી હવે બજારમાં લોકોને વધુ પસંદ આવશે.'


બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!


હોન્ડાએ જાન્યુઆરી, 1998માં આ મોડલને સૌ પ્રથમ વખત ભારતીય બજારમાં રજૂ કર્યું હતું. કંપનીના આ મોડલની 7.50 લાખ કાર વેચાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, હોન્ડાએ 1 ઓગસ્ટ, 2018થી તેની કાર્સની કિંમતમાં રૂ.10,000થી માંડીને રૂ.35,000 સુધીનો વધારો કર્યો હતો. 


કંપનીએ કિંમતમાં વધારો કરવા પાછળનું કારણ વધતો જતો ખર્ચ જણાવ્યું હતું. બીજી તરફ મારૂતીએ પણ 10 જાન્યુઆરીથી પોતાની તમામ કાર્સની કિંમતમાં વધારો કર્યો છે. જુદા-જુદા મોડલના હિસાબે કંપનીએ એક્સ શો રૂમ પ્રાઈઝમાં રૂ.10 હજાર સુધીનો વધારો કર્યો છે.  


બિઝનેસના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો....