• ભારત અને જર્મનીની લેબમાં થયેલ રિસર્ચ પર આધારિત છે. 77 ટકા નમૂનામાં શુગર સિરપનું મિક્સીંગ મળી આવ્યું છે.

  • આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય ન્યૂક્લિયર મેગ્નેટિક રેજોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટમાં 13 બ્રાન્ડમાંથી માત્ર 3 બ્રાન્ડ જ પાસ થઈ છે.


ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં વેચાઈ રહેલ પોપ્યુલર મધ (Honey) બ્રાન્ડ્સમાં મિલાવટ થઈ રહી છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટના ડાયરેક્ટર સુનીતા નારાયણે તેનો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મધની લગભગ તમામ બ્રાન્ડમાં સુગર સિરપ મિક્સ (Sugar syrup) કરવામા આવી રહ્યું છે. સુગર સિરપનું મિક્સીંગ એ ફ્રોડ છે. આ 2003 અને 2006 માં સીએસઈ દ્વારા સોફ્ટ ડ્રિંકમાં મિક્સ કરવાની શોધ કરતા પણ વધુ કુટિલ અને જટિલ છે. લોકો કોવિડ 19ની જંગ લડી રહ્યા છે, અને આ વચ્ચે તેને ખરીદવાનો બીજો કોઈ રસ્તો નથી. આ સમયમાં ખોરાકમાં ખાંડનો વધુ ઉપયોગ પરિસ્થિતિને ગંભીર બનાવી શકે છે. 


આ પણ વાંચો : PM મોદી ફરી ગુજરાત આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કનું ખાતમુહૂર્ત કરશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 બ્રાન્ડ ટેસ્ટમા ફેલ
આ રિપોર્ટ ભારત અને જર્મનીની લેબમાં થયેલ રિસર્ચ પર આધારિત છે. 77 ટકા નમૂનામાં શુગર સિરપનું મિક્સીંગ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય ન્યૂક્લિયર મેગ્નેટિક રેજોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટમાં 13 બ્રાન્ડમાંથી માત્ર 3 બ્રાન્ડ જ પાસ થઈ છે. તેમનુ કહેવુ છે કે, મધની શુદ્ધતની તપાસ માટે નક્કી કરાયેલા ભારતીય માપદંડના માધ્યમથી પકડી શકાતુ નથી. કેમ કે, ખાંડની કંપનીઓ જ એવુ સિરપ તૈયાર કરી રહી છે, જે ભારતીય તપાસ માપદંડમાં સરળતાથી ખરા ઉતરે છે. 


કેવી રીતે મિક્સ કરે છે
હકીકતમાં મધમાં 3 પ્રકારના સિરપ મિક્સ કરીને મિલાવટ કરાય છે. જેને રોકવામાં આવી નથી રહ્યું. કેમ કે, તેના મિક્સ કરવા પર મધ જામતુ નથી. ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માપદંડ સંસ્થા (FSSAI) એ મધના મિક્સીંગ પર પ્રતિબંધ લગાવવા માટે તેની ગુણવત્તાના નવા માપદંડને જાહેર કર્યાં છે. તેમાં મધ ઉત્પાદન કરતા ખેડૂતોને પોતાનુ ઉત્પાદનની વધુ કિંમત મળવામાં મદદ થશે. 


આ પણ વાંચો : સ્ટાઈપેંડમાં વધારો કરવા બીજે મેડિકલના ઈન્ટર્ન તબીબોની માંગ, નીતિન પટેલને લખ્યો પત્ર


સિરપમાં શું શું મિક્સ કરાય છે
ભારતના રાજપત્રમાં નવા માપદંડ લાગુ થવાથી મધમાં કોર્ન સિરપ, રાઈસ સિરપ અને ઈંવર્ટેડ સિરપ (શેરડીના રસમાંથી તૈયાર થયેલું સિરપ) ના મિક્સીંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા રિસપ મિક્સ કરવાથી મધ જામતુ નથી. 


મધના નવા માપદંડ
- મધમાં ફ્રુકટોઝ અને ગ્લુકોઝના સંદર્ભમાં પહેલા અધિનિયમમાં કોઈ મર્યાદા નથી. તેના કારણે મધમાં બહારથી ફ્રુકટોઝ મિક્સ કરવામા આવતુ હતુ, જેનાથી મધ જામતુ ન હતું.
- મધમાં થતા કોઈ પ્રકારના મિક્સીંગને માલૂમ કરવા માટે એક નવો માપદંડ એટલે કે 13 સી (કાર્બન 13) ટેસ્ટને એડ કરવામાં આવ્યો છે. 
- નવા અધિનિયમમાં એક નવા માપદંડ ડાયસ્ટેટને પણ લાવવામાં આવ્યો છે.
- ડાયસ્ટેસથી એ માલૂમ પડે છે કે, મધમાં મધમાખીના લારનો ઉપયોગ થયો છે કે તેને કોઈ ફેક્ટરીમાં મિક્સ કરીને બનાવવામાં આવ્યું છે.
- ડાયસ્ટેસના માધ્યમથી મધમાખીની લારની ઉપસ્થિતિ માલૂમ કરી શકાય છે.
- મધમાં સી-4 ખાંડની ઉપસ્થિતિની માર્યાદા 7 ટકા નક્કી કરાઈ છે. 
- આ મર્યાદાથી ઓછી સી-4 ખાંડ હોવાથી તેને કુદરતી માનવામાં આવશે.
- મધમાં હની ડ્યુની હાજરીની મર્યાદા નક્કી કરાઈ છે.
- કેટલાક વૃક્ષો પર ફૂલ હોતા નથી, પણ મધમાખી તેની પાંદડીથી નીકળતા ચીપચીપા પદાર્થમાંથી મધ સંગ્રહ કરે છે, જેને હની ડ્યુ કહેવાય છે.