બેઈજિંગઃ ચીને સોમવારે કહ્યું કે, ભારતમાં વોન્ટેડ આભૂષણ કારોબારી નીરવ મોદીની ધરપકડ કરવા  ભારતીય એજન્સીના આગ્રહ પર હોંગકોંગ પ્રશાસન પોતાના કાયદા અને પરસ્પર ન્યાયિક સહાયતા સમજુતીના આધાર પર નિર્ણય કરી શકે છે. વિદેશ રાજ્ય મંત્રી વી કે સિંહે ગત સપ્તાહે સંસદમાં કહ્યું હતું કે, તેના મંત્રાલયે ચીનના હોંગકોંગ વિશેષ સત્તાની સરકારને નીરવ દીપક મોદીને અસ્થાઇ રીતે ધરપકડ કરવાનો આગ્રહ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ સુઆંગે આ વિશે પૂછતા નિયમિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું, એક દેશ અને બે પ્રણાલી તથા હોંગકોંગ વિશેષ પ્રશાસકીય ક્ષેત્રના મૂળ કાયદા મુજબ હોંગકોંગ પ્રશાસન કેન્દ્ર સરકારની સ્વીકૃતી અને સહાયતાની સાથે બીજા દેશોની સાથે મ્યુચ્યુઅલ ન્યાયિક સહાય માટે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે. 


તેમણે કહ્યું, ભારત જો આ સંબંધમાં હોંગકોંગ સત્તાને આગ્રહ કરે તો અમારૂ માનવું છે કે હોંગકોંગ પ્રશાસન સંબંધ મુદ્દામાં મૂળભૂત કાયદાનું અનુકરણ કરતા આ વિશે ન્યાયિત સમજુતી મુજબ પગલા ભરશે. 


તમને જણાવી દઈએ પંજાબ નેશનલ બેન્કના 12,700 કરોડ રૂપિયાના કૌભાંડમાં નીરવ મોદી વોન્ટેડ છે. હાલમાં આવેલા રિપોર્ટ અનુસાર નીરવ મોદીના હોંગકોંગમાં હોવાની સૂચના છે. હોંગકોંગ ચીનનું એક વિશેષ સત્તા ક્ષેત્ર છે. 


ભારત-ચીને સીમા મુદ્દાને મહત્વ ન આપવું જોઈએઃ ચીન
ચીની વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે, ભારત-ચીન સરહદ વિવાદને મહત્વ ન આપવું જોઈએ અને સરહદ ક્ષેત્રમાં શાંતિ-સલામતિ બનાવી રાખવા માટે બંન્ને પક્ષોએ સમજુતીનું પાલન કરવું જોઈએ. અરૂણાચલ પ્રદેશ સાથે જોડાયેલા વ્યૂહાત્મક રૂપથી સંવેદનશીલ આસાફિલા વિસ્તારમાં ભારતીય સૈનિકોના અતિક્રમણ પર ચીન તરફથી દાખલ કરાયેલા વિરોધ સંબંધી સમાચાર પર સવારનો વિદેશ મંત્રાલયે સીધો જવાબ ન આપ્યો. ભારતીય પક્ષે બેઇજિંગની ફરિયાદને નકારી દીધી હતી. 


આ વિશે પૂછતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું, જ્યાં સુધી ભારત-ચીન સરહદ પર સ્થિતિની વાત છે. મને વિસ્તૃત જાણકારી નથી. ગેંગે કહ્યું, મુદ્દાનો પ્રસ્તાવ બાકી હોવાને ધ્યાનમાં રાખતા અમે આશા કરીએ કે બંન્નેએ આ મુદ્દાને વધારે મહત્વ આપવાની જગ્યાએ બંન્ને પક્ષોએ સમજુતીનું પાલન કરવું જોઈએ. આ સાથે સરહદી વિસ્તારમાં શાંતિ બનાવી રાખવી જોઈએ.