ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા જાણી લો આ નિયમ, નહિ તો પડશે મુશ્કેલી
ધનતેરસ પર સોનું અને ધરેણાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પરંતિ સોનાની ખરીદી કરતા પહેલા આ નિયમો જાણવા જરૂરી
નવી દિલ્હી:ધનતેરસ પર સોનાની અને ધરેણાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. સોમવારે ધનતેરસ છે. બજાર પણ તૈયાર છે. જ્વેલર્સ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અલગ-અલગ પ્રકારની ઓફરો પણ આપવામાં આવી રહ્યા છે. જો તમે પણ સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છો. તો તેની પહેલા આ નિયમો જાણવા જરૂરી છે. સરકારે 2016માં લોકસભામા આવકવેરા સંશોધન બિલ રજૂ કર્યું તે દરમિયાન દાગીના અને સોના પર કર અંગે લોકોનો ભ્રમ દૂર કર્યો હતો. જો સોનાની કિંમતોની વાત કરીએ તો શનિવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ 32,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ 39,530 પ્રતિ કિલોગ્રામ પર વેચાણ થઇ રહ્યું છે.
ખરેખર નોટબંદી બાદ કેન્દ્ર સરકાર સોનાના વેચાણ પર નજર રાખી રહી છે. તેની પાછળ સૌથી મોટુ કારણ એ છે, કે લોકો બ્લેક મની છુપાવા માટે લોકો મોટી માત્રામાં સોનાની ખરીદી કરતા હોય છે. એવામાં તમે આ નિયમોને જાણી લો કરાણકે તમને પણ સોનાની ખરીદી પર કાયદાકીય તકલીફનો સમનો ન કરવો પડે.
વધુ વાંચો...માત્ર 20 રૂપિયામાં મળશે નવું ગેસ કનેક્શન, 2 રૂપિયામાં રિફીલ, આમ કરો એપ્લાય
1. પાન કર્ડની ડીટેલ આપવી પડશે જો...
જો તમે 2 લાખ રૂપિયાથી વધારાની સોનાની ખરીદી કરતા પહેલા તમારે આ પહેલા પાન કાર્ડની જાણકારી આપવી પડશે. પાન કાર્ડ આપવાનો મતલબ એવો નથી કે તમે આના પર ટેક્સ આપવો પજશે, આ માત્ર તમારી જાણકારી માટે જ રહેશે.
2.નક્કી કરેલી રકમ મૂજબ જ થશે ખરીદી
તમે તમારી નક્કી કરેલી રકમથી સોનાની ખરીદી કરી શકો છો. જેના માટે કોઇ પણ સીમા નક્કી કરવામાં આવી નથી. નક્કી કરેલી રકમ એટલે કે તમે તમારા આઇટીઆરમાં જે રકમ સોનાની ખરીદી માટે નક્કી કરી છે.
સ્ત્રોત ના બતાવ્યો તો જમા થઇ જશે સોનું
આયકર વિભાગની રેડ દરમિયાન જો બહુ વધારે માત્રામાં સોનું મળે તો તેણે બતાવવું પડશે કે આ સોનું ખરીદવા માટે તમારી પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા છે. અને જો આવકનો સ્ત્રોત બતાવામાં નહિ આવે તો તમારા દ્વારા ખરીદવામાં આવેલુ તમામ સોનું જપ્ત કરી દેવામાં આવશે. સરકાર દ્વારા નક્કી કરેલા આંકડા મુજબ વિવાહિત મહિલા પાસે 500 ગ્રામ અને અવિવાહિત મહિલા પાસે 250 ગ્રામ અને પરિવારના પ્રત્યેક પુરુષ પાસે 100 ગ્રામ સોનાન ધરેણા હોવા જોઇએ