Crorepati બનવાનો સૌથી સફળ ફોર્મ્યૂલા, 15X15X15 કરો અને `છપ્પર ફાડકે` કમાણી કરો
પૈસાનો વરસાદ થાય તે કોને ન ગમે. પરંતુ કરોડપતિ બનવું એટલું સરળ નથી. કેટલું બધુ પ્લાનિંગ કરવું પડતું હોય છે. બસી અહીં જ કામ આવે છે પૈસામાંથી પૈસા બનાવવાનો ફોર્મ્યૂલા. કમ્પાઉન્ડિંગ(Compounding) ની તાકાત.
How to become Crorepati: પૈસાનો વરસાદ થાય તે કોને ન ગમે. પરંતુ કરોડપતિ બનવું એટલું સરળ નથી. કેટલું બધુ પ્લાનિંગ કરવું પડતું હોય છે. બસી અહીં જ કામ આવે છે પૈસામાંથી પૈસા બનાવવાનો ફોર્મ્યૂલા. કમ્પાઉન્ડિંગ(Compounding) ની તાકાત. કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ (Compound Interest)ની તાકાત સમજી લેશો તો કરોડપતિ બનવાની સફર સરળ થઈ જશે. જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો જલદી ફાયદો મળશે. રોકાણનો લક્ષ્યાંક લાંબા ગાળાનો હોવો જોઈએ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એ જ સમજાવે છે.
શું છે આ Power of compounding?
- મૂળ રોકાણ પર વ્યાજ
- બંને રકમ ફરીથી કરી શકશો રોકાણ
- મૂળ રકમ અને વ્યાજ પર ફરી મળશે વ્યાજ
- રોકાણ+ વ્યાજ + વ્યાજ + વ્યાજ = કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ)
પાવર ઓફ કમ્પાઉન્ડિંગના નિયમ
- ઓછી ઉંમરથી શરૂ કરો રોકાણ
- લાંબા ગાળા માટે કરો રોકાણ
- 5 કે 10 વર્ષની જગ્યાએ 20 કે 25 વર્ષનો લક્ષ્યાંક રાખો
15X15X15 થી પૈસા બનાવવાનો ફોર્મ્યૂલા
રોકાણ- 15,000 રૂપિયા
સમયગાળો- 15 વર્ષ માટે
વ્યાજ- 15%
કોર્પસ- 15 વર્ષ બાદ એક કરોડ રૂપિયા
કુલ રોકાણ- 27 લાખ રૂપિયા
કમ્પાઉન્ડિંગ- 73 લાખ વ્યાજથી કમાણી
શું છે કમ્પાઉન્ડિંગ? (What is Compounding)
સીધી અને સરળ ભાષામાં સમજવું હોય તો જે તમારી કમાણી હોય છે, તેને પણ ફરીથી રોકાણ કરવું એ કમ્પાઉન્ડિંગ(Compounding) છે. જેમાં મૂળ ધનની સાથે સાથે તેના વ્યાજ ઉપર પણ વ્યાજ મળે છે. કમ્પાઉન્ડિંગ તમારા રોકાણને બમણું, ત્રણ ગણું કરવા માટે જબરદસ્ત રસ્તો છે.
New RBI Rule: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! આ નવા નિયમ વિશે ખાસ જાણો
10 વર્ષનું રોકાણ
- મંથલી SIP- 10 હજાર રૂપિયા
- અંદાજિત રિટર્ન- 12 ટકા (વાર્ષિક)
- રોકાણનો સમયગાળો- 10 વર્ષ
- તમારું કુલ રોકાણ- 12 લાખ રૂપિયા
- SIP ની કુલ વેલ્યુ- 23 લાખ રૂપિયા
- ફાયદો- 11 લાખ રૂપિયા
15 વર્ષનું રોકાણ
- મંથલી SIP - 10 હજાર રૂપિયા
- અંદાજિત રિટર્ન- 12 ટકા વાર્ષિક
- રોકાણનો સમયગાળો- 15 વર્ષ
- તમારું કુલ રોકાણ- 18 લાખ રૂપિયા
- SIP ની કુલ વેલ્યુ- 49.96 લાખ રૂપિયા
- ફાયદો- 31.96 લાખ રૂપિયા
20 વર્ષનું રોકાણ
- મંથલી SIP - 10 હજાર રૂપિયા
- અંદાજિત રિટર્ન- 12 ટકા વાર્ષિક
- રોકાણનો સમયગાળો- 20 વર્ષ
- તમારું કુલ રોકાણ- 24 લાખ રૂપિયા
- SIP ની કુલ વેલ્યુ- 98.93 લાખ રૂપિયા
- ફાયદો- 74.93 લાખ રૂપિયા
(ખાસ નોંધ: ઉપર કરેલી ગણતરી એક અંદાજા પ્રમાણે કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તજજ્ઞની સલાહ જરૂર લેવી.)
(અહેવાલ- સાભાર ઝી બિઝનેસ ડોટ કોમ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube