નવી દિલ્હીઃ આજકાલ લોકો ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે વિવિધ સ્કીમ જોતા હોય છે. એફડીથી લઈને એવી અનેક સ્કીમ છે, જેમાં સેફ અને ગેરેન્ટેડ રિટર્ન મળે છે. ઘણી યોજનાઓમાં આકર્ષક વ્યાજદર મળે છે. સૌથી જરૂરી છે કે આ યોજનાઓમાં એફડીની જેમ પૈસા સુરક્ષિત રહે છે અને ટેક્સની છૂટ પણ મળે છે. પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ છે, જેમાં જબરદસ્ત ફાયદો મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસની આ સ્કીમ પૂરૂ કરશે ધનવાન બનવાનું સપનું
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારૂ ધનવાન બનવાનું સપનું પૂરુ કરી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ છે, જેના દ્વારા તમે પૈસાની કમાણી કરી શકો છો. જો તમે આ યોજનાનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે આ પ્લાનમાં રોકાણ કરવું પડશે. તમારે રોકાણ પહેલા કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું પડશે. 


આ પણ વાંચોઃ ધૂમ મચાવવા આવી રહ્યો છે વધુ એક IPO,ખુલતા પહેલા 55 રૂપિયા પર પહોંચ્યો GMP


જાણો કેટલીક જરૂરી વાતો
પોસ્ટ કિસાન વિકાસ પત્ર યોજના (Post Office Kisan Vikas Patra Scmeme) તમને પૈસા કમાવામાં મદદ કરશે. કિસાન વિકાસ પત્ર યોજના સરકારે પોસ્ટ ઓફિસના માધ્યમથી શરૂ કરી હતી. તેમાં તમે ઘરની નાની બચતનું પણ રોકાણ કરી શકો છો. તમારે રોકાણ કરવા માટે વધુ પૈસાની જરૂર નથી. આ વર્ષથી યોજનામાં સરકારે વ્યાજદર 7.2 ટકાથી વધારી 7.5 ટકા કરી દીધો છે. એટલે કે આ યોજનામાં તમને વધુ વ્યાજ મળશે અને ઓછા સમયમાં તમારૂ રૂપિયા ડબલ થઈ જશે. 


ક્યાં સુધી થઈ જશે પૈસા ડબલ
જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલાવી રોકાણ કરી શકો છો. તમે ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમે વાર્ષિક 7.5 ટકાના દરે રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમમાં પૈસા ડબલ કરવા માટે 120 મહિના એટલે કે 10 વર્ષ લાગતા હતા. પરંતુ વ્યાજદર વધ્યા બાદ આ સમય ઓછો થઈ ગયો છે. હવે રોકાણકારોના પૈસા માત્ર 115 મહિના એટલે કે 9 વર્ષ 7 મહિનામાં ડબલ થઈ જશે. 


આ પણ વાંચોઃ ₹12 નો શેર વધી  ₹652 પર પહોંચી ગયો, એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 53 લાખ


કિસાન વિકાસ પત્ર પર મળે છે આ ફાયદા
માની લો કો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં એક સાથે 4 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 115 મહિનામાં 8 લાખ રૂપિયા મળશે. સાથે આ યોજનામાં કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટનો ફાયદો પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube