નવી દિલ્હીઃ કરોડપતિ બનવાનું સપનું લગભગ દરેક લોકોનું હોય છે. પરંતુ ખુબ ઓછા લોકો આ સપનું પૂરુ કરી શકે છે. હકીકતમાં લોકોને લાગે છે કે કરોડપતિ બનવા (How to become Rich)માટે ખુબ કમાણી કરવી પડશે. પરંતુ તેવું નથી. જો તમારી આવક ઓછી છે તો પણ તમે કરોડપતિ બની શકો છો. એક્સપર્ટ પ્રમાણે રૂપિયા કમાવાથી વધુ બચાવવા જરૂરી હોય છે. તેવા લોકો જે બચત કરવામાં માહેર છે, તે સારૂ બેન્ક બેલેન્સ બનાવી લેતા હોય છે. પરંતુ રૂપિયાની બચત કરીને કરોડપતિ બની શકાય નહીં. તે બચતનું રોકાણ યોગ્ય જગ્યાએ કરવુ જરૂરી છે. રોકાણની સમજ જલ્દી તમને કરોડપતિ બનાવી શકે છે. આજે અમે તમને કરોડપતિ બનવાની એક એવી ફોર્મ્યૂલા જણાવી રહ્યાં છીએ. તેમાં તમારે દરરોજ માત્ર 100 રૂપિયાની બચત કરવી પડશે. તમે દરરોજ 100 રૂપિયાની બચત કરી કરોડપતિ બની શકો છો. આવો તમને તે વિશે જણાવીએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 રૂપિયા બચાવી આ રીતે બનો કરોડપતિ
દરરોજ પ્રયાસ કરવામાં આવે કે 100 રૂપિયાની બચત થાય. આ રીતે તમે એક મહિનામાં 3000 રૂપિયાની બચત કરી લેશો. હવે આ પૈસાને મ્યૂચુઅલ ફંડમાં લગાવવા પડશે. જો તમને વાર્ષિક 20 ટકાનું રિટર્ન મળે છે તો 21 વર્ષ એટલે કે 252 મહિનામાં તમારૂ ફંડ આશરે 1,16,05,388 રૂપિયા થઈ જશે. આ દરમિયાન તમે કુલ 7,56,000 રૂપિયા જમા કર્યાં હશે. જો તમને 20 ટકાની જગ્યાએ 15 ટકાનું રિટર્ન મળે છે તો પણ તમને 53 લાખ રૂપિયા મળશે. જો તમે ઓછા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે ઈન્વેસ્ટમેન્ટની રકમ વધારવી પડશે. 


આ પણ વાંચોઃ 1 મહિનામાં આ 4 શેર કરાવશે મોટી કમાણી, તુરંત ખરીદી લો, જાણી લો ટાર્ગેટ, સ્ટોપલોસ


મ્યૂચુઅલ ફંડમાં મળ્યું છે શાનદાર રિટર્ન
નોંધનીય છે કે કેટલાક એવા ફ્ંડ્સ છે જેણે 20 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. મ્યૂચુઅલ ફંડ વિશે આજકાલ મોટા ભાગના લોકોને ખબર હોય છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા તમે દરરોજ 100 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. આ રીતે નાની શરૂઆત બાદ તમે કરોડપતિ બની શકો છો. 


આ રીતે બચાવો સો રૂપિયા
ઘણા લોકો સારી કમાણી કરે છે પરંતુ તેના માટે રૂપિયા બચાવવાનું કામ મુશ્કેલ છે. જ્યારે આપણે બહાર જઈએ તો ખાવા-પીવામાં 100 રૂપિયા વાપરી દેતા હોય છીએ. કેટલાક લોકો 100 રૂપિયા વ્યસનમાં વાપરી દેતા હોય છે. પરંતુ તમે 100 રૂપિયાની બચત કરી મોટુ ફંડ ભેગુ કરી શકો છો. જો તમે તમારા પગારમાંથી માત્ર 100 રૂપિયાની બચત કરી શકો છો. ધનવાન બનવા માટે કોઈ મોટા રોકાણની જરૂર નથી. બસ તમારે પ્લાનિંગ સાથે રોકાણ કરવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે