Retirement Planning: રિટાયરમેન્ટ પર દર મહિને કેવી રીતે મળશે 50-60 હજાર રૂપિયા, જાણો ક્યાં રોકાણ કરવું
દરેક વ્યક્તિ ઓછામાં ઓછી 60 વર્ષથી 80 વર્ષની વય વચ્ચે એટલે કે લગભગ 20 વર્ષ સુધી પૈસા એકત્ર કરવા માંગે છે. જો તમે થોડું સ્માર્ટ રીતે રોકાણ કરો છો (NPS ઇન્વેસ્ટમેન્ટ), તો તમે નિવૃત્તિ પછી પણ દર મહિને 50-60 હજાર રૂપિયાની આવક સરળતાથી જનરેટ કરી શકો છો.
નવી દિલ્હીઃ જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કરી રહ્યો હોય તો હંમેશા તે વિચારે છે કે નિવૃત્તિ બાદ જીવન કઈ રીતે પસાર થશે? દરેક ઈચ્છે છે કે જલદી પૈસા ભેગા કરવામાં આવે અને નોકરી છોડી દેવામાં આવે. કેટલાક લોકો નિવૃત્તિનું પ્લાનિંગ (How To Do Retirement Planning) જલદી શરૂ કરે છે. દરેક કઈ ઓછામાં ઓછા 60 વર્ષથી 80 વર્ષની ઉંમર વચ્ચે એટલે કે 20 વર્ષના પૈસા ભેગા કરવા ઈચ્છે છે. જો તમે પણ થોડું સ્માર્ટ રોકાણ કરો તો સરળતાથી નિવૃત્તિ બાદ 50-60 હજાર રૂપિયા દર મહિને કમાઈ શકો છો. આવો જાણીએ આ કઈ રીતે શક્ય થશે.
સૌથી જરૂરી વાત, જલદી શરૂ કરો રોકાણ
જો તમે નિવૃત્તિનું પ્લાનિંગ કરી રહ્યાં છો અને ઈચ્છો છો તો નિવૃત્ત થયા બાદ દર મહિને સારી કમાણી હોય તો જેટલું બને એટલું જલદી રોકાણ શરૂ કરી દો. તમે જેટલું જલદી રોકાણ કરશો, તમારે દર મહિને એટલું ઓછુ રોકાણ કરવું પડશે. તો તમે વધુ રોકાણ કરો છો તો નિવૃત્તિ પર વધુ પૈસા મેળવી શકશો.
એક અનુમાન લગાવો કે તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે
નિવૃત્તિનું પ્લાનિંગ કરવા સમયે સૌથી પહેલા તે વાતનું અનુમાન લગાવવું પડશે કે નિવૃત્તિના સમયે તમારે દર મહિને કેટલા રૂપિયાની જરૂર પડશે. તમારી જરૂરીયાત પ્રમાણે તમને તે ખબર પડશે કે દર મહિને કેટલા રૂપિયાના રોકાણની જરૂર છે.
આ પણ વાંચોઃ દવાઓનો ખર્ચ ઘટાડવા મોટી સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે ગામડામાં પણ મળશે સસ્તી દવાઓ
આ રીતે કરો પૈસાની ગણતરી
નિવૃત્તિના સમયે તમારે કેટલાક રૂપિયા દર મહિને જોઈએ, તેની ગણતરી તમારે ઉદાહરણથી સમજવી પડશે. માની લો કે તમારો ચાર લોકોનો પરિવાર છે અને તમારે દર મહિને 50 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેવામાં આ ખર્ચને બધાને બરાબર વહેંચવામાં આવે તો તમને (પતિ-પત્ની) ને ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા દર મહિને જરૂર પડશે. ધ્યાનમાં રહે કે આ પૈસા નિવૃત્તિ બાદ તમારા ખર્ચ માટે છે, ન કે દીકરા-દીકરીના લગ્ન કે બિઝનેસ કરવા માટે.
અત્યારના 25 હજારનો અર્થ છે તે સમયના આશરે 60 હજાર
મોંઘવારી દર વર્ષે વધી રહી છે. ખબર નહીં તમારી નિવૃત્તિ સુધી વસ્તુઓ કેટલી મોંઘી થઈ જશે. આજના શાકભાજી અને અનાજની સરખામણીએ થોડા વર્ષો પહેલા તેમની કિંમતમાં ઘણો વધારો થયો છે. ચાલો માની લઈએ કે મોંઘવારી દર વર્ષે 3-4 ટકાના દરે વધશે. જો તમે આજે 30 વર્ષના છો અને તમે 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થશો તો તમારી પાસે 30 વર્ષનો સમય છે. આ મુજબ, જો રૂ. 25,000 પર 3 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવામાં આવે તો તે રૂ. 60,000ની આસપાસ આવશે.
આ પણ વાંચોઃ શેર બજારમાં લાંબી છલાંગ, સેન્સેક્સ 63 હજારને પાર, ઈન્વેસ્ટરોએ કરી 5 લાખ કરોડની કમાણી
નિવૃત્તિ સમયે જોઈએ દોઢ કરોડ રૂપિયા
માની લો કે નિવૃત્તિના સમયે તમારે સેવિંગ પર ઓછામાં ઓછું 5 ટકા રિટર્ન તો મળશે. તેવામાં જો તમારે 60 હજાર રૂપિયા મહિને જોઈએ તો તે માટે તમારે 60 વર્ષની ઉંમરમાં આશરે 1.5 કરોડ રૂપિયાના રિટાયરમેન્ટ કોર્પસની જરૂર હશે.
દર મહિને કરો 7500 રૂપિયાનું રોકાણ
જો તમારી ઉંમર અત્યારે 30 વર્ષ છે તો તમારે 60 વર્ષની ઉંમર સુધી 1.5 કરોડ રૂપિયા જમા કરવા માટે દર મહિને 7500 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જેના પર 10 ટકા વ્યાજ મળે. 10 ટકા વ્યાજ તમને એનપીએસમાં રોકાણ કરી મળી શકે છે. જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ છે તો તે પ્રમાણે મહિને રોકાણ કરવું પડશે. જેથી તમને નિવૃત્તિ બાદ વધુ પૈસા મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube