How to Earn Money From Youtube: એલ્વિશ યાદવ કેવી રીતે યુટ્યુબથી બન્યો કરોડપતિ? તમે પણ આ ટ્રિક્સ અજમાવો, ખુબ પૈસા કમાશો
How to Earn Money From Youtube: યુટ્યૂબ આજકાલ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં દરેક જણ મશહૂર થવાની સાથે જ પૈસા પણ ખુબ કમાવવા માંગે છે. પણ સવાલ એ છે કે યુટ્યૂબથી પૈસા કેવી રીતે કમાવવા
How to Earn Money From Youtube: યુટ્યૂબ આજકાલ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં દરેક જણ મશહૂર થવાની સાથે જ પૈસા પણ ખુબ કમાવવા માંગે છે. પણ સવાલ એ છે કે યુટ્યૂબથી પૈસા કેવી રીતે કમાવવા. અહીં તમને તમારા સવાલના જવાબ મળી જશે.
શું સાચે યુટ્યુબ આપે છે પૈસા?
યુટ્યુબ પર પોતાની સફર શરૂ કરતા પહેલા દરેકના દિમાગમાં સૌથી પહેલો સવાલ એ આવે છે કે શું સાચે જ યુટ્યુબ પર વીડિયો બનાવતા પૈસા મળવાના શરૂ થઈ જાય છે. તો જવાબ છે હા. તમે આ પ્લેટફોર્મ પર આરામથી પૈસા કમાઈ શકો છો. બસ તમારા જુસ્સા અને કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. બસ પછી શું તમે પણ યુટ્યુબ પર મશહૂર થવાની સાથે સાથે ખુબ પૈસા કમાઈ શકો છો. પણ આ પહેલા તમારે સૌથી પહેલા તમારી ચેનલને મોનેટાઈઝ કરવી પડશે.
કેવી રીતે કરવી ચેનલ મોનેટાઈઝ
યુટ્યુબ વીડિયોથી પૈસા કમાવવા માટે તમારે સૌથી પહેલા યુટ્યુબ ચેનલે મોનેટાઈઝ કરવી પડશે અને તેના માટે તમારે તમારી ચેનલ પર એક હજાર સબસ્ક્રાઈબરની સાથે એક વર્ષની અંદર 4 હજાર વોચ ટાઈમ પૂરો કરવો પડશે. તેનો અર્થ એ થયો કે તમારા વીડિયોને લોકોએ 4000 કલાક સુધી જોયો છે. આ ટાર્ગેટ અનેકવાર લોકો પૂરો કરી શકતા નથી અને હાર માનીને બેસી જાય છે. પરંતુ જો તમારે સાચે યુટ્યુબથી પૈસા કમાવવાહોય તો આ ટાર્ગેટ પૂરો કરવો પડશે.
કેવી રીતે મળશે પૈસા?
એકવાર તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ત્યારબાદ તમારી પાસે એક નહીં પરંતુ અનેક રીત હોય છે પૈસા કમાવવાની. તમારે તમારી ચેનલ પર સતત વીડિયો અપલોડ કરતા રહેવાના છે. તેનાથી તમારા સબસ્ક્રાઈબર્સ વધવા લાગશે અને તમારા વીડિયો પર વધુમાં વધુ વ્યૂઝ આવવા લાગશે. જેટલા વધુ લોકો તમારા વીડિયો જોશે એટલી જ વધુ એડ તમારા વીડિયો પર લાગશે. આ જ એડથી તમારી કમાણી થવાની છે. પરંતુ કમાણી એડ પર નિર્ભર કરે છે કે આખરે કઈ રીતે કંપનીના એડ તમારા વીડિયો પર ચાલી રહ્યા છે.
કઈ કરન્સીમાં આવશે પૈસા
યુટ્યુબ વીડિયો પર પૈસા ઊભા કરવા એ તેના પર લાગેલી એડ પર નિર્ભર કરે છે કે તમારા વીડિયો પર કઈ કંપની કે બ્રાન્ડની એડ લાગેલી છે. અત્રે જણાવવાનું કે જેટલા સારા બ્રાન્ડની એડ તમારા વીડિયો પર ચાલશે એટલી સારી ઈમ્પ્રેશન તમારા વીડિયો પર આવશે અને એટલું સારું (CPM) એટલે કે કોસ્ટ પર મિનિટ પ્રમાણે તમને પૈસા મળશે. આ સાથે તમને જણાવી દઈએ કે યુટ્યુબથી તમને ઈન્કમ ડોલર સ્વરૂપે થશે અને જો તમે ભારતમાં પૈસા કાઢશો તો તમને રૂપિયામાં પૈસા મળશે.
કેટલી રીતે કમાણી થઈ શકે
અત્યાર સુધી તમે સમજી ગયા હશો કે ચેનલ મોનેટાઈઝ થયા બાદ તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો. પરંતુ શું તમને ખબર છે કે અન્ય બીજા પણ તરીકા છે જેનાથી તમે પૈસા કમાઈ શકો છો.
1. તમે (Merchandising) એટલે કે કોઈ પણ કંપનીની ટી શર્ટ, મગ, કપડાં, કીચેનની 15 સેકન્ડની એડ તમારી યુટ્યુબ ચેનલ પર નાખી શકો છો. આ રીત પણ આવકનો સારો વિકલ્પ હોઈ શકે છે.
2. Affiliate link clicks એટલે કે તમે તમારા યુટ્યુબ વીડિયો દ્વારા અફિલીએટ પ્રોગ્રામ વેચી શકો છો. તે બદલ તમને કંપની દ્વારા કમિશન આપવામાં આવશે. તેનાથી પણ સારી એવી કમાણી થાય છે.
3. તમે તમારા યુટ્યુબ વીડિયોને વેચી પણ શકો છો. અનેક બ્રાન્ડ્સ કન્ટેન્ટ ક્રીએટર્સના વીડિયોનો ઉપયોગ પોતાના ચેનલને મોનેટાઈઝ કરવા માટે કરે છે. તો તમને તમારા વીડિયોના સારા ભાવ પણ મળી શકે છે.