Train Ticket Rules: ઘણી વખત એવી ઈમરજન્સી આવી જાય છે કે ઉતાવળમાં ટ્રેન ટિકિટ બુક કરાવવી પડે છે. તેવામાં તમને કન્ફર્મ ટિકિટ મળતી નથી અને તમારે વેઇટિંગ ટિકિટ લઈ મુસાફરી કરવી પડે છે. જો મુસાફરી થોડા કલાકની જ હોય તો એડજસ્ટ કરી પણ શકાય છે. પરંતુ લાંબા અંતરની યાત્રા હોય તો કંફર્મ ટિકિટની જરૂર પડે છે. તેવામાં તમે ચાલતી ટ્રેનમાં કંફર્મ ટિકિટ મેળવી શકો છો. તમારે મુસાફરી દરમિયાન કંફર્મ ટિકિટ મેળવવી હોય તો આ ટ્રીકની મદદથી તમે મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે આ કામ કેવી રીતે કરી શકો છો અને ચાલતી ટ્રેનમાં કન્ફર્મ સીટ મેળવવાના નિયમો શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ભારતનું એવું રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મ બદલવું હોય તો કરવી પડે ઓટો, જાણો કારણ


Ration Card Update: સરકારે જાહેર કરી અનાજ વિતરણ માટે નવી ગાઈડલાઈન, જાણો નવો નિયમ


એલન મસ્કની વધુ એક જાહેરાત, હવે ટ્વીટર પર ન્યૂઝ વાંચવા માટે યૂઝર્સે આપવા પડશે પૈસા...


ઓનલાઈન કરો આ કામ
 
ચાલતી ટ્રેનમાં કન્ફર્મ સીટ મેળવવા માટે સૌથી પહેલા તમારે પહેલા IRCTCની વેબસાઇટ પર કરવું પડશે. વેબસાઈટ ઓપન કરતાની સાથે જ તમને હોમ પેજ પર બુક ટિકિટ ટેબ દેખાશે. જેમાં PNR સ્ટેટસ અને ચાર્ટ/વેકેન્સીનું ટેબ ઉપરની તરફ દેખાશે. તેમાં ચાર્ટ અને ખાલી જગ્યા સાથે જે આઇકન હોય તેના પર ક્લિક કરો. આમ કરવાથી તમારી સામે રિઝર્વેશન ચાર્ટ અને ટ્રેનની મુસાફરીની વિગતોનું ટેબ ખુલશે.


આ ટેબ પર ક્લિક કર્યા પછી તમારો ટ્રેન નંબર, સ્ટેશન, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશન સહિતની તમામ માહિતી ભરો. આ માહિતી ભર્યા પછી સર્ચ બટન પર ક્લિક કરો. આમ કરવાથી કોચ અને ક્લાસના આધારે સીટની માહિતી સામે દેખાશે. તેને જોઈને તમને ખબર પડશે કે કયા ડબ્બામાં કયા નંબરની સીટ ખાલી છે. ત્યારબાદ તમે ટીટીઈ પાસે જઈ આ સીટ તમારા નામે કરાવી શકો છો. 


ભારતીય રેલવે ટ્રેનની સીટનો ડેટા ઓનલાઈન બતાવે છે. તેનાથી સિસ્ટમમાં પારદર્શિતા આવી છે અને જાગૃત મુસાફરો ઇન્ટરનેટ પર ખાલી બર્થ શોધી શકે છે અને ટીટીઈ પાસેથી કંફર્મ ટિકિટ મેળવી શકે છે. જો કે ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે ટ્રેનમાં 2 પ્રકારના ચાર્ટ તૈયાર થાય છે. પહેલો ચાર્ટ ટ્રેન ઉપડે તેના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે. જ્યારે બીજો ચાર્ટ  ટ્રેન મુસાફરી શરૂ થયા પછી ટીટીઈ ખાલી સીટોની તપાસ કરે તે પછી ઓનલાઈન અપડેટ થાય છે. આ બીજો ચાર્ટ જોયા મુસાફરી દરમિયાન ચેક કરી તમે કંફર્મ ટિકિટ મેળવી શકો છો.