નવી દિલ્લીઃ જ્યારે આપણે PF એકાઉન્ટમાં ઓનલાઈન લોગીન કરીએ છીએ અથવા PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીએ છીએ, ત્યારે આ બધા કામ માટે આપણને UAN નંબરની જરૂર પડે છે પરંતુ ઘણા લોકોને તેમનો UAN નંબર ખબર નથી હોતો. જો તમે પણ તમારો UAN નંબર નથી જાણતા, તો જાણીલો ત્રણ સરળ રીત UAN નંબર જાણવા માટે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી રીતઃ
જો તમને તમારો UAN નંબર ખબર નથી, અને તમે તેને જાણવા માગો છો, તો તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) વિઝિટ કરવી પડશે. પછી અહીં તમારે લોગિન હેઠળ Know your UAN પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી, OTP રિક્વેસ્ટ પર ક્લિક કરો..પછી મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો. હવે તમે આધાર નંબર ભરીને શૉ યોર UAN પર ક્લિક કરીને તમારો UAN નંબર જાણી શકો છો.


બીજી રીતઃ
આપના PF ખાતાનો UAN નંબર જાણવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 નંબર પર મિસ્ડકોલ કરવાનો રહેશે. મિસ્ડકોલ કર્યા પછી આપના મોબાઈલ નંબર પર મેસેજ થકી આપને UAN નંબર મોકલી દેવામાં આવશે.


ત્રીજી રીતઃ
મેસેજ દ્વારા બીજી કઈ રીતે તમારો UAN નંબર જાણી શકો છો તે જણાવું. આ માટે સૌથી પહેલા મેસેજ બોક્સમાં જઈને EPFOHO UAN ENG લખો. જો તમે આ માહિતી હિન્દીમાં જાણવા માંગતા હો, તો તમારે મેસેજમાં EPFOHO UAN HIN લખવું પડશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મોબાઈલ નંબર 7738299899 પર આ મેસેજ મોકલો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવે છે, જેમાં તમારો UAN નંબર દર્શાવાયો હશે.


નોકરિયાત વર્ગ માટે પીએફ ખાતું ખોલવામાં આવે છે જેમાં દર મહિને કર્મચારીના પગારમાંથી થોડી રકમ જમા કરવામાં આવે છે અને તેટલી જ રકમ કંપની દ્વારા પણ જમા કરવામાં આવે છે..જ્યારે કર્મચારીને પોતાના PF ખાતામાંથી રૂપિયા ઉપાડવા હોય તો તે યોગ્ય કારણ આપી PF ખાતામાંથી અમુક રકમ ઉપાડી શકે છે અને તેના ઓનલાઈન વહીવટ માટે UAN નંબરની જરૂર પડે છે...તો આ ત્રણ સરળ રીત છે જેનાથી તમે તમારો UAN નંબર જાણી શકો છો.