નવી દિલ્લીઃ વધતી જતી મોંઘવારીમાં સૌ કોઈ Income Tax બચાવવા માંગે છે. એવામાં  LTC Cash Voucher Scheme તમારો  Income Tax બચાવવામાં સૌથી કારગર સાબિત થઈ શકે છે. LTC Cash Voucher Schemeનો ફાયદો હવે દરેક લોકો લઈ શકે છે. સરકારી કર્મચારીઓથી લઈને પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ સરકારની આ સ્કીમનો લાભ લઈ શકે છે. આ યોજના ઈનકમ ટેક્સ બચાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે LTC Cash Voucher Scheme?
એલટીસી કેશ વાઉચર સ્કીમ અંતર્ગત કર્મચારીઓને LTCના બદલામાં ટેક્સ ફ્રી કેશ વાઉચર આપવાનું પ્રાવધાન છે. 


1) કર્મચારીઓને LTC ભાડાની રાશિની ગણી રકમ એવી ચીજો-સેવાઓ પાછળ ખર્ચ કરવી પડશે, જેના પર જીએસટી દર 12 ટકા અથવા તેનાથી વધારે હોય.
2) આ ચીજો અથવા સેવાઓ ફક્ત રજિસ્ટર્ડ દુકાનદારો, સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી જ ખરીદવી પડશે, નહીં તો તમને આ યોજનાનો લાભ નહીં મળે.
3) 12 ઓક્ટોબર, 2020થી લઈને 31 માર્ચ 2021ની વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મથી નાણાંની ચૂકવણી કરવાની રહેશે.
4) તેમણે એક વાઉચર લેવું પડશે, જેના પર જીએસટીની સંખ્યા અને રાશિનું પુરું વૃતાંત આપેલું હોય. 
5) કર્મચારીઓ માટે આ છૂટ તેમના 2018-21ની સમય અવધિમાં લાગૂ એલટીસીની ભરપાઈના સંબંધમાં લાગૂ થશે.


માની લો કે તમારા પરિવારમાં 4 સભ્યો છે, દરેક વ્યક્તિ માટે 20 હજાર રૂપિયા ભાડા સ્વરૂપે મળી શકે છે તો
કુલ  LTC ભાડું = 20,000 x 4 = 80,000 રૂપિયા
કુલ ખર્ચ કરવો પડશે = 80,000 x 3 =2,40,000 રૂપિયા


એટલેકે, જો તમે 2.40 લાખ રૂપિયા ખર્ચ કરશો તો જ તમને LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો મળી શકશે અને ટેક્સમાં તમને છૂટ મળશે. પણ જો તમે માત્ર 1.80 લાખ રૂપિયા જ ખર્ચ કરતા હોવ તો તેને કુલ LTC ફેયરના 75 ટકા એટલેકે, 60 હજાર રૂપિયા પર જ ફાયદો મળશે.


પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓને પણ મળશે છૂટ
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યુંછેકે, કેન્દ્ર સરકાર ઉપરાંત અન્ય કર્મચારીઓને માન્ય એલટીસીના રૂપમાં બન્ને તરફના ભાડા પર વ્યક્તિ દીઠ અધિકતમ 36,000 રૂપિયા કેશ ભત્તાની ભરપાઈ પર ઈનકમ ટેક્સનો લાભ મળશે. આ છૂટ કેટલી શરતોને આધીન હશે. 


સીબીડીટીએ કહ્યુંકે, અન્ય કર્મચારીઓને લાભ અપાવવા માટે એલટીસી ભાડાની સમાંતર કેશ ભરપાઈને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓના હોય તેવા લોકોને પણ પણ ઈનકમ ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. ગૈર-કેન્દ્રીય કર્મચારીઓમાં રાજ્ય સરકારો, સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમ, બેંક અને પ્રાઈવેટ ક્ષેત્રના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.