પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા લોકો માટે પ્રોવિડન્ડ ફંડ ખુબ જ જરૂરી બચત છે. આ ફંડમાં જમા રાશિ મુશ્કેલ સમયમાં નોકરીયાતોને ખુબ રાહત આપે છે. કોવિડ મહામારી દરમિયાન પીએફની રકમ નોકરીયાતો માટે ખુબ જ મદદગાર સાબિત થઈ છે. નોકરીયાતો માટે પગારમાંથી એક ભાગ પીએફ ફંડમાં જમા થાય છે. આ ફંડમાં જમા રકમ પર સરકાર વ્યાજ આપે છે. સરકારે આ નાણાકીય વર્ષ માટે પીએફમાં જમા રકમ પર વ્યાજ નક્કી કરી લીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે બેઠા કાઢી શકો પૈસા
સરકાર જલદી પીએફ ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજની રકમ નાખી શકે છે. પરંતુ તમે પીએફ ખાતામાંથી બેંક એકાઉન્ટની જેમ પૈસા કાઢી શકો નહીં. ઈપીએફઓ (EPFO) કેટલીક શરતો સાથે પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢવાની મંજૂરી આપે છે. જો કે તમે સરળતાથી ઘરે બેઠા જ પીએફના પૈસા કાઢી શકો છો. EPFO મુજબ ઓનલાઈન માત્ર 72 કલાકમાં જ તમે પૈસા કાઢી શકો છો. 


પૈસા કાઢવા માટે નિયમ
કોવિડ મહામારી દરમિયાન પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટેના નિયમોમાં ફેરફાર થયો હતો. પહેલા પીએફ ખાતામાંથી પૈસા રિટાયરમેન્ટ બાદ કે ઘર ખરીદવા અને બાળકોના અભ્યાસ જેવી જરૂરિયાતો માટે જ કાઢી શકાતા હતા. કોરોના મહામારીના પગલે લોકોને પડેલી નાણાકીય મુશ્કેલીઓને જોતા EPFO એ ખાસ છૂટ આપી. આવામાં કોઈ પણ પોતાના પીએફ ખાતામાંથી પૈસા કાઢી શકે છે પરંતુ ઉપાડની રકમ પણ નક્કી કરવામાં આવી છે. 


કેટલા દિવસમાં મળે છે પૈસા?
કોઈ પણ એકાઉન્ટ હોલ્ડર ત્રણ મહિનાની બેસિક સેલરી તથા મોંઘવારી ભથ્થા બરાબર કે પીએફ ખાતામાં કુલ જમાના 75 ટકા ભાગ સરળતાથી ઉપાડી શકે છે. તેમાંથી જે ઓછું હશે, તેટલા જ પૈસા ઉપાડી શકાશે. ઓનલાઈન ક્લેમ કરનારાઓને આ પૈસા ત્રણ દિવસમાં બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. જે લોકો ઓફલાઈન ક્લેમ કરે છે તેમણે 20 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. 


પીએફ એકાઉન્ટથી ઓનલાઈન આ રીતે કાઢી શકાય પૈસા


- સૌથી પહેલા ઈપીએફઓના મેમ્બર પોર્ટલ પર જાઓ. 
- મેન્યૂમાં સર્વિસીસના ઓપ્શન પર ક્લિક કરો. 
- તમારે ફોર એમ્પ્લોઈઝ પર ક્લિક કરવું પડશે. 
- ત્યારબાદ નવું પેજ ખુલશે અહીં Member UAN/Online Service (OCS/OTCP) પર ક્લિક કરો. 
- ત્યારબાદ લોગઈન પેજ ખુલશે.
- અહીં યુએએન અને પાસવર્ડની મદદથી લોગઈન કરો. 
- નવા પેજ પર ઓનલાઈન સર્વિસિઝ પર જાઓ. ડ્રોપ ડાઉન મેન્યૂથી CLAIM (FORM-31, 19 & 10C) ની પસંદગી કરો. હવે નવું પેજ ખુલશે જ્યાં તમારે બેંક એકાઉન્ટ નંબર વેરિફાય કરવો પડશે. 
- વેરિફિકેશન બાદ Certificate of Undertaking ખુલશે જેને એક્સેપ્ટ કરવું પડશે. 
- પ્રોસિડ ફોર ઓનલા ક્લેમ ઓપ્શન પર ક્લિક કરો. 
- હવે એક ફોર્મ ખુલશે. અહીં  I want to apply for ની સામે ડ્રોપડાઉનથી PF ADVANCE (FORM - 31) સિલેક્ટ કરો. 
- અહીં તમને પૈસા કાઢવાનું કારણ અને જરૂરિયાતની રકમ વિશે પૂછવામાં આવશે. 
- ચેકબોક્સ માર્ક કરતાની સાથે જ પ્રોસેસ પૂરી થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube