HPCL Q4 Result: દર 2 શેર પર મળશે 1 શેર ફ્રી, 16.5 રૂપિયાનું ડિવિડેન્ડ, આ સરકારી કંપનીએ કરી મોટી જાહેરાત
HPCL Q4 Results, Bonus Share and Dividend: જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. સાથે કંપનીએ બોનસ શેર અને ડિવિડેન્ડની ભેટ આપી છે.
નવી દિલ્હીઃ Hindustan Petroleum Q4 Result:: જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના નફામાં ક્વાર્ટરના આધારે વધારો થયો છે. આ સાથે કંપનીએ બે શેરના બદલે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં HPCL એ ઈન્વેસ્ટરોને 110 ટકા ફાઈનલ ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો થયો છે.
HPCL Q4 Results, Bonus Share and Dividend
શેર બજારને આપેલી જાણકારી પ્રમાણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 10 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર પર 16.50 રૂપિયા પ્રતિ શેરના ફાઈનલ ડિવિડેન્ડની જાહેરાત કરી છે. આ પ્રી બોનસ વેલ્યૂ છે. બોનસ શેર બાદ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 11 રૂપિયા પ્રતિ શેર એટલે કે 110 ટકા ફાઈનલ ડિવિડેન્ડ મળશે. HPCL એ તેની રેકોર્ડ ડેટ 9 ઓગસ્ટ 2024 નક્કી કરી છે. આઠ જુલાઈ 2024 બાદ કંપની દ્વારા બોનસ શેર ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. તો ફાઈનલ ડિવિડેન્ડની મંજૂરી પોતાની વાર્ષિક સાધારણ સભામાં શેરહોલ્ડર્સ પાસે લેવામાં આવશે.
આ પણ વાંચોઃ 15 મેથી ઓપન થઈ રહ્યો છે IPO,ગ્રે માર્કેટમાં તોફાની તેજી, વિરાટ કોહલીનો મોટો દાવ
HPCL Q4 Results
નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડનો નફો 2840 કરોડ રૂપિયા (3187 કરોડ રૂપિયાનું અનુમાન) રહ્યું છે. પાછલા ક્વાર્ટરમાં આ નફો 529 કરોડ રૂપિયા હતો. તો હિન્દુસ્તાન પેટ્રોલિયમની આવક ક્વાર્ટરના આધાર પર 1.11 લાખ કરોડ રૂપિયાથી વધી 1.14 લાખ કરોડ રૂપિયા રહી છે. આ સિવાય કંપનીના કામકાજી નફાના મોરચા પર પણ સારા સમાચાર આવ્યા છે. કંપનીનો કામકાજી નફો 2164 કરોડ રૂપિયાથી વધી 4213 કરોડ રૂપિયા થઈ ગયો છે.
HPCL Q4 Results, Bonus Share:
હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડનું માર્જિન ચોથા ક્વાર્ટરમાં 3.7 ટકા રહ્યું છે ગુરૂવારે કારોબારી સત્ર દરમિયાન કંપનીના શેરમાં ઘટાડો થયો છે. BSE અને NSE પર HPCL નો શેર 4 ટકાના ઘટાડા સાથે 501.85 રૂપિયા પર બંધ થયો છે. HPCL નો 52 વીક હાઈ 594.80 રૂપિયા અને 52 વીક લો 239.20 રૂપિયા છે. HPCL ના સ્ટોકે ઈન્વેસ્ટરોને છેલ્લા છ મહિનામાં 67.05 ટકા અને છેલ્લા એક વર્ષમાં 95.50 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 70.93 હજાર કરોડ રૂપિયા છે.