Housing Sales FY 2023: જો તમે પણ વર્ષોથી પોતાનું ઘર ખરીદવા બચત કરી રહ્યા હોય પરંતુ માર્કેટની મંદીની વાતોથી ઘર ખરીદવાની હિંમત કરતાં ગભરાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે. નાણાંકીય વર્ષ 2022-2023માં દેશના સાત મોટા શહેરોમાં મકાનો વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રીયલ એસ્ટેટ માર્કેટમાં 48 ટકાનું વેચાણ વધારે થયું છે. આ વર્ષમાં 3.47 લાખ કરોડના ઘરનું વેચાણ થયું છે. રિયલ એસ્ટેટ ફર્મ એનારોક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઊંચી માંગ અને મકાનોની વધતી કિંમતના કારણે રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Indian Railways: બાળકોની ટ્રેનની ટિકિટને લઈને બદલી ગયા રેલ્વેના નિયમ, જાણો નવો નિયમ


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ


તમારી ટ્રેન સમયસર છે કે પછી છે લેટ... આ 4 રીતે ઘર બેઠા જાણો ટ્રેનનું રનિંગ સ્ટેટસ


રિયલ એસ્ટેટ ફર્મના જણાવ્યાનુસાર હાઉસિંગ પ્રોપર્ટીનું વેચાણ વર્ષ 2021-22માં 2,34,850 કરોડથી વધીને વર્ષ 2022-23માં 3,46,960 કરોડ થયું હતું. સંખ્યાની દ્રષ્ટિએ ઘરનું વેચાણ 2021-22માં 2,77,783 યુનિટથી વધીને 2022-23માં 3,79,095 યુનિટ થયું છે. આ આંકડા હાઉસિંગ સેક્ટરમાં નવા વેચાણ વ્યવહારો પર આધારિત છે. એનારોક ગ્રૂપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, 'ભારતનું રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટર મંદીના ભય વિના આગળ વધી રહ્યું છે અને અભૂતપૂર્વ વેચાણના બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે.'


દિલ્હી એનસીઆરમાં રહેણાંક વેચાણ 42 ટકા વધી અને 50,620 કરોડ થયું છે જે ગત વર્ષે 35610 કરોડ હતું. મુંબઈની વાત કરીએ તો અહીં 2021-22માં 1,14,190 કરોડ રૂપિયાથી 46 ટકા વધી અને વર્ષ 2022-23માં 1,67,210 કરોડ રુપિયા થયું છે. જ્યારે બેંગલુરુમાં વેચાણ ગત વર્ષની સરખામણીમાં 49 ટકા વધી 38,870 કરોડ રૂપિયા થયું છે.