હ્યુન્ડાઈ (Hyundai) બજારમાં નવી કાર લાવવાની તૈયારીમાં છે. જેનો સીધો મુકાબલો વિટારા બ્રેજા, ટાટા નેક્સોન અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સામે હશે. મીડિયાના એક રિપોર્ટ અનુસાર આ કારનું નામ અને એના ફિચર ક્યાંકથી લીક થયા છે. જાણવા મળ્યા મુજબ આ કારનું નામ લિયોનિસ (Leonis) હોઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હ્યુન્ડાઈ (Hyundai) બજારમાં નવી કાર લાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનો સીધો મુકાબલો યુવાઓની પસંદગીની કાર સાથે હશે. હ્યુન્ડાઈની નવી કારની ટક્કર વિટારા બ્રેજા, ટાટા નેક્સોન અને ફોર્ડની ટોપ રનિંગ કાર ઇકોસ્પોર્ટ સાથે હશે. મીડિયાના એક રિપોર્ટ અનુસાર આ કારનું નામ લિયોનિસ (Leonis) હોઇ શકે છે. જેનો કોડનેમ QXi હશે. આ ઉનાળા દરમિયાન આ કારને લોન્ચ કરવામાં આવે એવી શક્યતાઓ છે. દાવો છે કે આ નવી કાર અફોર્ડેબલ SUV હશે. હ્યુન્ડાઈ તરફથી જોકે આ અંગે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 


હ્યુન્ડાઈ જો આ લેવલે SUV ભારતના બજારમાં ઉતારે છે તો એ વિશ્વસ્તરીય બનશે. હ્યુન્ડાઈ લિયોનિસને ઓટો એક્સો 2016માં HND-14 કોન્સેપ્ટ સાથે ઉતારાઇ હતી. પરંતુ નવું વર્જન ભારતમાં આવશે તે અલગ છે. જાણવા મળ્યા મુજબ આ કારના લોન્ચિંગની તારીખ લીક થઇ છે. 


ઓટોના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો


શું હશે ફિચર?
ગાડીવાડીના અહેવાલ અનુસાર હ્યુન્ડાઈ લિયોનિસમાં ઘણા નવા ફિચર હશે. કમ્પોજિટ લાઇટ મલ્ટી લેવલ લાઇટિંગ સિસ્ટમ સહિત અનેક ફિચર હશે. આ ક્રેટાથી ઘણી મળતી હશે. એલોય વ્હીલમાં ડાયમંડ કટ ફિનિશ આપવામાં આવ્યું છે. ટેલલેંપ પણ અલગ પ્રકાર છે. 


એન્જિન કેવું હશે?
ગ્રાહકોને આ કારમાં એન્જિન માટે ઓપ્શન મળશે. બેઝ વર્જનમાં પેટ્રોલ એન્જિન મોડલમાં પણ હશે. જેની ક્ષમતા ગ્રાંડ i10 જેવી હશે. 1.2 લીટર એન્જીન ક્ષમતા સાથે આ 85 પીસ અને 114 એનએમ પાવર જનરેટ કરશે. તો બીજી તરફ 1.5 લીટર ડીઝલ એન્જીનમાં 115 બીએચપી પાવર જનરેટ થાય છે. આ બંને એન્જીન નવા અને ભારતમાં પ્રથમ વાર લોંચ થશે. તેમાં 6 ગિયર આપવામાં આવી શકે છે. 

એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ


કોનાને ઇલેક્ટ્રિક વર્જનમાં લોંચ કરી શકે છે કંપની
એ પણ સમાચાર છે કે દક્ષિણ કોરિયાઇ વાહન નિર્માતા કંપની ઇલેક્ટ્રિક એસયૂવી 'કોના'ને મળનાર પ્રતિક્રિયાના આધારે ઇલેક્ટ્રિક નાની એસયૂવી ભારતીય બજારમાં ઉતારી શકે છે. કંપની આગામી વર્ષે બીજા છ માસિકમાં પોતાના ઇલેક્ટ્રિક મોડલ કોનાને ભારતીય બજારમાં ઉતારશે. 

પ્રથમ ઈલેક્ટ્રિક SUV, ફૂલ ચાર્જ કર્યા બાદ 470 કિમી સુધી દોડશે, આકર્ષક ફીચર્સ તો ખરા જ


કેટલો છે પાવર
આ SUV ની એક ઝલક ઓટો એક્સસ્પો 2018માં જોવા મળી હતી. હ્યુન્ડાઇ કોના એસયૂવી પહેલાંથી ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાઇ રહી છે. તેનાથી ઇલેક્ટ્રિક મોટર પાવર 131 બીએચપી છે. આ એન્જીન 359 ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે ફૂલ ચાર્જ પર આ ગાડી 300 કિમી દોડશે. કારમાં 17 ઇંચ એલોય વ્હીલ, ડિજિટલ ડેશબોર્ડ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, હીટેડ સીટો, અડૈપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન સેંટરિંગ સિસ્ટમ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ત અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ વગેરે દમદાર ફિચર્સ છે.