નવી દિલ્હી: 3250 કરોડ રૂપિયાની લોનના મામલે આઇસીઆઇસીઆઇ બેંકની સીઈઓ અને ચેરમેન ચંદા કોચરના પતિ દીપક કોચરની મુશ્કેલીઓ વધતી જતી દેખાઇ રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગે વીડિયોકોન લોનના મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઇન્કમ ટેક્સ વિભાગે વિડિયોકોન લોન મામલે ટેક્સ ચોરીની તપાસ કરતાં દીપક કોચરને નોટીસ ઇશ્યૂ કરી છે. કોચરને નોટીસ મોકલવા સંબંધિત જાણકારી અધિકારીઓએ આપી. અધિકારીઓએ જણાવ્યું કે દીપક કોચરને ઇન્કમ ટેક્સ વિભાગના અધિનિયમની કલમ 131 હેઠળ નોટીસ ઇશ્યૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યક્તિગત નાણાકીય માહિતી માંગી
તમને જણાવી દઇએ કે દીપક કોચર આઇસીઆઇસીઆઇ બેંકની મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચરના પતિ છે. દીપક કોચર નૂપોવર રિન્યૂએબલ લિમિટેડના સંસ્થાપક અને સીઈઓ છે. ઇન્કમ ટેક્સ વિભાગે નોટીસ મોકલી કોચર પાસે વ્યક્તિગત નાણાકીય જાણકારી, ગત કેટલાક વર્ષોના ઇન્કમ ટેક્સ રિટર્ન પુરા પાડવા માટે કહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગે વિડિયોકોન કંપની અને તેની સાથે જોડાયેલા લોકોના નાણાકીય મામલાઓની તપાસ શરૂ કરી દીધી છે. 


જવાબ મળતાં કાર્યવાહી થશે
અધિકારીઓએ કહ્યું કે આ મામલે કંપની સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોને પણ નોટીસ જાહેર કરવામાં આવી છે. તેના જવાબના આધારે કાર્યવાહી કરવામાં આવી. આ સાથે જોડાયેલા મામલે કેંદ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)એ કહ્યું કે પ્રાથમિક તપાસમાં નામિત દીપક કોચરને જલદી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. 


ચંદા કોચરની પણ પૂછપરછ થશે
આઇસીઆઇસીઆઇ બેંકને નવી ઉંચાઇઓ પર પહોંચાડનાર બેંકની સીઈઓ ચંદા કોચર પણ આ સવાલોના ઘેરામાં છે. તેમના પર વીડિયોકોન ગ્રુપને 3250 હજાર કરોડ રૂપિયાની લોન આપવાના મામલે અનિયમિતતા વર્તાવવાનો આરોપ લાગ્યો છે. આ સંબંધમાં સીબીઆઇ જલદી ચંદા કોચરની પૂછપરછ કરશે. સીબીઆઇ જલદી જ તેમનું નિવેદન દાખલ કરી શકે છે. હાલ દીપક કોચર વિરૂદ્ધ તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 


વીડિયોકોનના રોકાણકારે લગાવ્યા હતા આરોપ
તમને જણાવી દઇએ કે ગત થોડા દિવસો પહેલાં આઇસીઆઇસીઆઇ બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને બેંક લોન આપવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા. તેમણે ચંદા કોચર પર વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રુપને અનુચિત લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ છે કે ચંદા કોચરે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ રૂપિયાની બે લોન મંજૂર કરવાના બદલામાં વ્યક્તિગત લાભ ઉઠાવ્યો.