અશ્વિની લોહાની બાદ રાજીવ બંસલ બન્યા એર ઈન્ડિયાના નવા CMD
અશ્વિની લોહાનીના સ્થાના વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજીવ બંસલની એર ઈન્ડિયાના નવા ચીફ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બંસલ 1988 બેચના નાગાલેન્ડ કેડરના આઈએએસ અધિકારી છે.
નવી દિલ્હીઃ અશ્વિની લોહાનીના સ્થાના વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજીવ બંસલની એર ઈન્ડિયાના નવા ચીફ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બંસલ 1988 બેચના નાગાલેન્ડ કેડરના આઈએએસ અધિકારી છે. વર્તમાનમાં તેઓ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી હતી. અશ્વિની લોહાનીનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ રાજીવ બંસલની તેમના સ્થાન પર નિમણૂંક કરવામાં આવી છે.
એર ઈન્ડિયાના વિનિવેશની મોટી જવાબદારી
રાજીવ બંસલની સામે એર ઈન્ડિયાના વિનિવેશને યોગ્ય રીતે કરાવવાની ખુબ મોટી જવાબદારી છે. સરકારે એર ઈન્ડિયામાં 100 ટકા ભાગીદારી વેચવાની બજેટમાં જાહેરાત કરી હતી. 17 માર્ચે બોલી જમા કરવાની તારીખ છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ થશે.
ફેબ્રુઆરી 2019માં એર ઈન્ડિયાના સીએમડી બન્યા હતા લોહાની
અશ્વિની લોહાનીની વાત કરીએ તો ફેબ્રુઆરી 2019માં તમને તે ઈરાદાથી એર ઈન્ડિયામાં પરત લાવવામાં આવ્યા હતા કે ડૂરી રહેલી એર ઈન્ડિયાનો બેડો પાર કરાવશે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. લોહાની ઓગસ્ટ 2017થી સપ્ટેમ્બર 2017 વચ્ચે પણ એર ઈન્ડિયાના પ્રમુખ પદે રહ્યાં હતા.
Rishi Sunak: નારાયણમૂર્તિના જનાઈ ઋૃષિ સુનાક બન્યા બ્રિટનના નાણાપ્રધાન
એરલાઇન પર 80 હજાર કરોડનું દેવું
એર ઈન્ડિયા પર આશરે 80 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. નાણાકીય વર્ષ 2018-19માં એર ઈન્ડિયાને 8556 કરોડ રૂપિયાનું ચોખુ નુકસાન થયું હતું. 7 જાન્યુઆરીએ ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બનેલા એક મંત્રી સમૂહ (ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ)એ ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા શેર સરકારની પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV