નવી દિલ્હી : વીડિયોકોન લોન વિવાદમાં આરોપોનો સામનો કરી રહેલ ચંદા કોચરને ICICI બેંકના પુર્ણકાલિન નિર્દેશક અને ચીફ ઓપરેટિંગ ઓફીસર (COO)ના પદ પરથી હટાી દેવામાં આવ્યા છે. તેમનાં સ્થાને સંદીપ બક્શીની નિયુક્તિ કરવામાં આવી છે. બેંકની તરફથી અપાયેલા નિવેદન અંગે કહેવામાં આવ્યું કે, તપાસ પુરી થાય ત્યાં સુધી કોચર રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ICICIની બોર્ડ મીટિંગ બાદ અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ચંદા કોચર સીઇઓ- પ્રબંધ નિર્દેશકનાં પદ પર યથાવત્ત રહેશે. કોચરની ગેરહાજરીમાં COO સંદીપ બક્શી બોર્ડને રિપોર્ટ કરશે. તે ઉપરાંત બેંકનો સંપુર્ણ વ્યાપાર અને કોર્પોરેટ કામકાજ બક્શી સંભાળશે. બોર્ડનાં તમામ કાર્યકારી નિર્દેશક અને પ્રબંધન સંદીપ બક્શીને રિપોર્ટ કરશે. બક્શીને પાંચ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે બેંકના એમડી અને સીઇઓ ચંદા કોચરને જ રિપોર્ટ કરશે. ચંદા કોચર રજા પર રહેશે તેટલા સમયગાળા સુધી તે બોર્ડને રિપોર્ટ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે સંદીપ બક્શી
બક્શી 19 જુનથી બેંકના સીઓઓનો પદભાર સંભાળશે. તેમની નિયુક્તિ અલગ અલગ મંજુરી પર નિર્ભર છે. તે અત્યાર સુધી આઇસીઆઇસીઆઇ પ્રોડેન્શીયલ લાઇફન ઇન્શ્યોરન્સના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઇઓ)છે. બેંકનાં નિર્દેશક મંડળે એન.એસ કન્નને આઇસીઆઇસીઆઇ પ્રોડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના પ્રબંધ નિર્દેશક અને મુખ્યકાર્યપાલક અધિકારી (સીઇઓ) નિયુક્ત કરવાની ભલામણ કરી. 

ચંદા પર લાગ્યા હતા આરોપ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદા કોચર વીડિયોકોન ગ્રુપને અપાયેલ લોનનાં મુદ્દે આરોપ લગાવી રહી છે. તેમનાં પર આરોપ છેકે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપવા દરમિયાન ગોટાળાઓ કરવામાં આવ્યા અને અયોગ્ય રીતે તેને કેટલાક લાભ આપવામાં આવ્યા. તેમાં ચંદા કોચરના પતિ દીપક કોચરનું નામ પણ સામે આવ્યું.