ICICI Bank Credit Card: આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો ખુબ સામાન્ય થઈ ગયો છે. જો તમારી પાસે પણ ICICI બેંકનું ક્રેકિડ કાર્ડ હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકે જણાવ્યું છે કે હજારો ક્રેડિટ કાર્ડ યૂઝર્સનો ડેટા લીક થયો છે.  બેંકે કહ્યું કે હાલમાં જ ઈશ્યુ કરાયેલા લગભગ 17,000 ક્રેડિટ કાર્ડની વિગતો ખોટા યૂઝર્સ સાથે જોડવાનો મામલો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICICI બેંકે જણાવ્યું કે જેવી તેમને આ અંગે જાણકારી મળી કે ત્યારબાદ તરત જ તે 17,000 ક્રેડિટ કાર્ડને બ્લોક કરી દેવાયા છે. પ્રાઈવેટ બેંક સેક્ટરની બેંકે જણાવ્યું કે આ મામલે કોઈ પણ કાર્ડના દુરઉપયોગની સૂચના મળી નથી. પરંતુ તેમણે કહ્યું કે ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન થાય તો તેઓ તેનું વળતર ચૂકવવા માટે તૈયાર છે. 


ખોટો ડેટા થયો હતો અપલોડ
એક સૂત્રના જણાવ્યાં મુજબ બેંકના નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડનો નંબર કેટલાક જૂના ગ્રાહકોના કાર્ડ સાથે ખોટી રીતે જોડી દેવાયો હતો. આ ગડબડીના કારણે બેંકની મોબાઈલ એપ પર ગણતરીના જૂના ગ્રાહકોને નવા કાર્ડધારકોની આખી ડિટેલ્સ દેખાવા લાગી હતી. 


કોઈ કાર્ડનો નથી થયો ખોટો ઉપયોગ
નિવેદન મુજબ આ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડના દુરઉપયોગનો મામલો સામે આવ્યો નથી. જો કે અમે ખાતરી આપીએ છીએ કે કોઈ પણ નાણાકીય નુકસાન મામલે બેંક ગ્રાહકને યોગ્ય વળતર ચૂકવશે. જો કે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ખોટા મેપિંગ થવા છતાં પણ ક્રેડિટ કાર્ડ દ્વારા લેવડેદેવડ થવાની સંભાવના ખુબ ઓછી છે. 


સોશિયલ મીડિયા પર ચર્ચા
સોશિયલ મીડિયા પર બુધવાર સાંજથી જ બેંકની આ ભૂલની ચર્ચા થઈ રહી હતી. જો કે હવે તેને સુધારી લેવાઈ છે. ખોટા મેપિંગના કારણે બેંકના જૂના યૂઝર્સ નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકો વિશે સંપૂર્ણ જાણકારી જોઈ શકતા હતા. બેંકના એક પ્રવક્તાએ કહ્યું કે આ સમસ્યાની ઝપેટમાં આવેલા ક્રેડિટ કાર્ડ તેના કુલ કાર્ડ પોર્ટફોલિયોના ફક્ત 0.1 ટકા છે. પ્રવક્તાએ કહ્યું કે આ તમામ કાર્ડને બ્લોક કરી દેવાયા છે અને ગ્રાહકોને નવા કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. 


2.8 કરોડ યૂઝર્સ એપનો કરે છે ઉપયોગ
તેનું કારણ એ પણ છે કે કોઈ પણ ભારતીય ઓનલાઈન વેબસાઈટ નવા ગ્રાહકોના મોબાઈલ ફોન પર વન ટાઈમ પાસવર્ડ (OTP)નો સંદેશ મોકલશે. ICICI Bank ના ક્રેડિટ કાર્ડ સંબંધિત ગડબડીના આ મામલા ના એક દિવસ પહેલા જ કોટક મહિન્દ્રા બેંક પર રિઝર્વ બેંકની કડક કાર્યવાહીનો મામલો સામે આવ્યો હતો. અત્રે જણાવવાનું કે હાલ આઈમોબાઈલ પે એપના 2.8 કરોડથી વધુ યૂઝર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube