નવી દિલ્હી : વીડિયોકોન ગોટાળા મુદ્દે ઘેરાયેલા આઇસીઆઇસીઆઇ બેંકને વધારે એક ઝટકો લાગ્યો છે. ચંદા કોચરે આઇસીઆઇસીઆઇ બેંકનાં ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમનાં રિટાયરમેંટની અર્જી સ્વિકારી લેવામાં આવી છે. ચંદા કોચરે આઇસીઆઇસીઆઇ ગ્રુપની તામ સબ્સિડિયરીમાંથી રાજીનામું આપી દીધું છે. આઇસીઆઇસીઆઇ બેંકનું કહેવું છે કે ચંદા કોચરનાં રિટાયરમેન્ટથી તપાસ પ્રભાવિત નહી થાય. બીજી તરફ સંદીક બક્શી આગામી 5 વર્ષ સુધી આઇસીઆઇસીઆઇ બેંકનાં એમડી અને સીઇઓ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 જૂનથી રજા પર હતા કોચર
ICICI બેંકનાં પ્રમુખ ચંદા કોચર આશરે ડોઠ મહિનાથી રજા પર છે. કોચરની વિરુદ્ધ વીડિયોકોન લોન મુદ્દે આંતરિક તપાસ થઇ રહી છે. આ મુદ્દે ચંદા કોચર વિરુદ્ધ ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. જો કે હવે ચંદા કોચરે પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે. જો કે તેમનાં રાજીનામાનાં સમાચાર પહેલાથી જ આવી ચુક્યા હતા. ઓગષ્ટમાં ZEE NEWS DIGITAL દ્વારા ચંદાકોચરનાં રાજીનામાં અને ચંદા કોચરને રજા પર ઉતારી દેવાયા હોવાનાં સમાચાર છપાઇ ચુક્યા હતા. 

બેંકની શાખનો સવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદા કોચર રજા પર જતા પહેલા મે મહિનામાં અમેરિકી માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)માં ફાઇલિંગ દરમિયાન કહ્યું હતું કે, કોચર વિરુદ્ધ લાગેલા આરોપથી બેંક અને તેની અન્ય સહયોગી સંસ્થાઓનાં કામકાજ પર અસર પડી શકે છે. બેંકના વ્યાપાર પર પણ તેની વિપરીત અસર પડી શકે છે. બીજી તરફ ચંદા કોચર રજા પર ઉતરતાની સાથે જ સંદીપ બક્શીને બેંકનાં COO નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેનાંથી કારણ સ્પષ્ટ છે કે બોર્ડ હવે નથી ઇચ્છતું કે ચંદા કોચર ટોપ મેનેજમેન્ટમાં રહે. 

કોચરનાં રાજીનામાં સાથે જ શેરમાં પણ સુધારો
વહેલી સવારે આઇસીઆઇસીઆઇ બેંક લિમિટેડ માર્કેટ ખુલતાની સાથે જ BSE માર્કેટમાં 300 રૂપિયાની કિંમત પર ટ્રેડ થઇ રહ્યો હતો. જો કે બપોરે રાજીનામાનાં સમાચાર બાદ અચાનક તેમાં ઉછાળો જોવા મળ્યો હતો. શેરમાં 4.07 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં શેર 315.95 રૂપિયાની કિંમત પર ટ્રેડ થઇ રહ્યો છે.