નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) બાદ હવે ICICI Bank પણ પોતાના ગ્રાહકોને ઝટકો આપવા જઈ રહી છે. ખાનગી ક્ષેત્રની આ બેન્ક 1 ઓગસ્ટથી અનેક ફેરફારો કરવાની છે. બેન્કે જણાવ્યું કે, બચત ખાતાધારકો માટે રોકડ વ્યવહાર, એટીએમ ઇન્ટરચેંજ અને ચેકબુક ફી મર્યાદાના ચાર્જમાં ફેરફાર કરવામાં આવશે. ICICI તરફથી પોતાના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવે છે. જો તમે તેના ગ્રાહક છો અને વધુ પૈસા ઉપાડશો તો હવે અલગથી ચાર્જ આપવો પડશે. બેન્કની વેબસાઇટ અનુસાર મફત મર્યાદાથી વધુના ટ્રાન્ઝેક્શન પર ટ્રાન્ઝેક્શન દીઠ 150 રૂપિયા લેવામાં આવશે. આ બધા નિયમ 1 ઓગસ્ટથી લાગૂ થશે. મહત્વનું છે કે આવા કેટલાક ફેરફાર એસબીઆઈ બેન્કે એક જુલાઈથી કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ બ્રાન્ચમાં નહીં લાગે કોઈ ચાર્જ
-ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો માટે તેની હોમ શાખામાં રોકડ મર્યાદા દર મહિને 1 લાખ રૂપિયા રહેશે.
- તેનાથી વધુ થવા પર 5 રૂપિયા પ્રતિ 1000 પર આપવા પડશે.
- નોન ડોમેસ્ટિક શાખામાં દરરોજ 25,000 રૂપિયા સુધીની રોકડ લેવડદેવડ માટે કોઈ ચાર્જ લાગતો નથી.
- 25000થી ઉપર પર 5 રૂપિયા પ્રતિ 1000 રૂપિયા.


એટીએમ ઇન્ટરચેન્જ ટ્રાન્ઝેક્શન
બેન્કની વેબસાઇટ પ્રમાણે એટીએમ ઇન્ટરચેન્જ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લાગશે.
- એક મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલા 3 ટ્રાન્ઝેક્સન ફ્રી હશે. 
- એક મહિનામાં અન્ય બધા સ્થળો પર પ્રથમ 5 ટ્રાન્ઝેક્શન ફ્રી હશે.
- નાણાકીય વ્યવહાર દીઠ રૂ .20 અને  બિન નાણાંકીય વ્યવહાર દીઠ રૂ. 8.50.


આ પણ વાંચોઃ Jeff Bezos એ આવી રીતે ઉભી કરી Amazon કંપની, ગેરેજથી દુનિયાની ટોચની કંપની સુધીની સફર વિશે જાણો


ચેક બુક પર કેટલો ચાર્જ લાગશે
- 25 ચેક લીફ માટે તમારો કોઈ ચાર્જ આપવો પડશે નહીં.
- ત્યારબાદ તમારે 20 રૂપિયા દર 10 પેજની વધારાની ચેકબુક માટે આપવા પડશે.


ક્યાંય પણ રોકડ ઉપાડનો ચાર્જ
-કેલેન્ડર મહિનાના પ્રથમ રોકડ ઉપાડ પર કોઈ ચાર્જ નહીં.
-ત્યારબાદ તમારે 5 રૂપિયા પ્રતિ હજાર રૂપિયાના હિસાબે ચુકવવા પડશે.
- મશીન પર કેલેન્ડર મહિનાના પ્રથમ રોકડ ઉપાડ પર ચાર્જ લાગશે નહીં, ત્યારબાદ ચાર્જ આપવો પડશે. 


વધુ વિગત માટે તમે આઈસીઆઈસીઆઈ બેન્કની વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube