નવી દિલ્હી: જો તમે હાયર એજ્યુકેશન કરવા માંગો છો અને પૈસાની અછત અનુભવી રહ્યા છો તો પરેશાન થવાની જરૂર નથી. પ્રાઇવેટ સેક્ટરની આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) 1 કરોડ રૂપિયા સુધીની એજ્યુકેશન લોનની સુવિધા આપી રહી છે. આ લોનમાં તમને ફ્લેગ્ઝિબલ રીપમેન્ટ ઓપ્શન, ક્વિક પ્રોસેસ અને બીજા ફાયદા મળે છે. બેંકના અનુસાર આ લોનમાં કસ્ટમર્સને ટેક્સ બેનિફિટ પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોનની લિમિટ
જો તમે દેશમાં હાયર એજ્યુકેશન કોર્સમાં એડમિશન લેવા માંગો છો તો મેક્સિમમ 50 લાખ સુધી એજ્યુકેશન લોન લઇ શકો છો જો તમે વિદેશમાં જઇને હાયર એજ્યુકેશન કોર્સમાં એડમિશન લેવા માંગો છો તો તમે મેક્સિમમ 1 કરોડ રૂપિયા સુધી લોન લઇ શકો છો. 


આ રીતે કરો એપ્લાઇ
આ લોન માટે તમે તમારી નજીકની આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank)ની બ્રાંચમાં જાવ. અહીં એપ્લિકેશન ફોર્મ ભરો. આમ કરવા પર લોન પ્રોસેસ શરૂ થઇ જશે. ભલે તમે વિદ્યાલક્ષ્મી પોર્ટલ દ્વારા પણ એજ્યુકેશન લોન માટે એપ્લાઇ કરી શકો છો. 


એજ્યુકેશન લોન પર વ્યાજ દર
આઇસીઆઇસીઆઇ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ICICI Bank જો તમે અંડર ગ્રેજ્યુએશન માટે એજ્યુકેશન લોન લો છો તો શરૂઆતી વ્યાજ દર 11.75 ટકા વાર્ષિક છે. જો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે લઇ રહ્યા છો તો શરૂઆતી વ્યાજ દર 11.25 ટકા વાર્ષિક લાગશે. જોકે આ દર એપ્રિલ-જૂન 2019ની છે. હાલ બ્રાંચ પર તમને લેટેસ્ટ રેટ ખબર પડશે. 


આ લોનમાં આ ખર્ચ થશે સામેલ
આઇસીઆઇસીઆઇ બેંકની આ લોન હેઠળ કોલેજ-સ્કૂલ અથવા હોસ્ટેલની ફી, એક્ઝામિનેશન-લાઇબ્રેરી ફી, વિદેશમાં ભણવા જવાનો ખર્ચ, પુસ્તકો ઇક્વિપમેંટ યૂનિફોર્મ વગેરેની ખરીદી, રીજનેબલ કોસ્ટ પર કોમ્યુટર ખરીદવા અને બીજા ખર્ચ સામેલ કરવામાં આવે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube