નવી દિલ્હી: Home Loan Interest Rate: ઘર ખરીદવાનો આનાથી શાનદાર મોકો નહી મળે.  SBI, HDFC બાદ હવે ICICI Bank એ પણ હોમ લોનની વ્યાજ દરમાં ઘટાડો કરી દીધો છે. ICICI Bank એ આજે જાહેરાત કરી છે કે હોમ લોનના દર ઘટાડીને 6.7 ટકા કરી દેવામાં આવ્યો છે જે 10 વર્ષમાં સૌથી ઓછો દર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICICI Bank ની હોમ લોન સસ્તી
ICICI Bank ના નવા હોમ લોન દર આજથી એટલે કે 5 માર્ચ 2021 થી લાગૂ છે. ગ્રાહક 75 લાખ રૂપિયા સુધી હોમ લોન 6.7 ટકા પર લઇ શકો છો. ત્યારબાદ હોમ લોનના દર 6.75 ટકા રહેશે. જો કસ્ટમર સસ્તી હોમ લોન દરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તેમની પાસે 31 માર્ક્ધ સુધીનો સમય છે, કારણ કે આ સ્કીમ ફક્ત 31 માર્ચ 2021 સુધી લાગૂ રહેશે. 

Bakri Dance Video: અંગ્રેજી ગીત પર દેસી બકરીઓનો કાતિલ ડાન્સ, છોડાવી દીધા ભલભલાના છક્કા!


ડિજિટલ રીતે એપ્લાઇ કરી શકો છો
એવા ખરીદદાર જે ICICI Bank ના ખાતાધારક નથી, તે ડિજિટલ રીતે પણ હોમ લોન માટે એપ્લાય કરી શકે છે. તેના માટે તે બેંકની વેબસાઇટ અથવા મોબાઇલ બેંકિંગ એપ iMobile Pay નો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત નવા ગ્રાહક લગભગ ICICI Bank ની શાખાએ જઇને પણ હોમ લોન માટે એપ્લાય કરી શકે છે. ગ્રાહકોને ડિજિટલ રીતે લોનના Instant Sanction મળે છે. નવેમ્બર 2020 માં ICICI Bank ખાનગી સેક્ટરની પહેલી બેંક બની ગઇ છે જેનો પોર્ટફોલિયો (mortgage loan portfolio) 2 લાખ કરોડને પાર કરી ગયો છે. આ પહેલાં HDFC, SBI, કોટક મહિંદ્રા બેંકે પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, એક નજર તેના પર પણ કરી લઇએ.   

પ્રેમનો કરૂણ અંજામ: પુત્રીના Affair વિશે ખબર પડતાં ક્રોધે ભરાયો પિતા, કાળજા કેરા કટકાનું માથું વાઢી પહોંચ્યો પોલીસ સ્ટેશન


HDFC એ હોમ લોન સસ્તી કરી
HDFC ના વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો તમામ હાલના હોમ લોન કસ્ટમર્સને થશે. હાલની હોમ લોનના ગ્રાહકો માટે તેમની નવા દર આપમેળે રિવાઇઝ્ડ થઇને ઓછો થઇ જશે. HDFC ના નવા દર 4 માર્ચથી લાગૂ થઇ ગયા છે. જોકે જે કસ્ટમર્સ 6.75 ટકાના ન્યૂનતમ વ્યાજ દરનો ફાયદો ઉઠાવવા માંગે છે, તેમને બેંકનો સંપર્ક કરવો પડશે જેના માટે તેમને ફી ચૂકવવી પડશે. 

VIDEO: TMC માંથી BJP જોડાયા બાદ મંચ પર જ 'ઉઠક-બેઠક' કરવા લાગ્યા નેતા, કારણ પણ જણાવ્યું...


SBI ની લોન 6.70 ટકાથી શરૂ
આ પહેલાં SBI એ હોમ લોન 0.70 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. SBI ન્યૂનતમ 6.70 ટકા પર હોમ લોન આપી રહ્યા છે. જોકે છૂટનો ફાયદો ફક્ત 31 માર્ચ સુધી ઉઠાવવો પડી શકે છે. આ ઉપરાંત જો તમે SBI માંથી લોન લેવા માંગો છો તો તમને પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ પણ મળી રહી છે. SBI હોમ લોનના વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થઇ રહી છે. જોકે 75 લાખ સુધીની હોમ લોન પર લાગૂ છે. તેનાથી વધુની હોમ લોન પર 6.75 ટકા છે. જો YONO App ની મદદથી એપ્લાય કરી શકો છો તો 5 બેસિસ પોઇન્ટ્સની છૂટ અલગથી મળશે.

Gujarat સહિત આ 5 રાજ્યોમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 85.51% નવા કેસ નોંધાતા ચિંતા વધી


કોટક મહિંદ્રાએ પણ સસ્તી કરી હોમ લોન
કોટક મહિંદ્રા બેંકએ હોમ લોન વ્યાજ  (Home Loan Interest) માં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. કોટક મહિંદ્રા બેંક 6.65 ટકા પર હોમ લોનની શરૂઆત કરી રહ્યા છે. આ ઘટાડા સાથે બેંકનો દાવો છે કે તે ગ્રાહકોને બજારમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહ્યા છે. બેંકએ એક નિવેદનમાં કહ્યું કે વિશેષ ઓફર હેઠળ ગ્રાહક 31 માર્ચ સુધી 6.65 ટકા પર લોન લઇ શકશે. આ નિયમ હોમ લોન અને બેલેન્સ ટ્રાંસફર બંને પર લાગૂ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube