ICICI Bank Fees: દેશના બીજી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) એ પોતાના ચાર્જીસને રિવાઇઝ કર્યા છે. બેંકે પોતાના આઇએમપીએસ (IMPS), ચેકબુક, ડેબિટ કાર્ડ વાર્ષિક ચાર્જ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, બેલેન્સ સર્ટિફિકેટ, એડ્રેસ વેરિફિકેશન, વગેરે ચાર્જમાં ફેરફાર કર્યો છે. બેંકે પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે. આ સર્વિસના નવા ચાર્જ 1 મે 2024 થી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 પૈસાના શેરે 1 લાખના બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા તૂટી પડ્યા લોકો
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ


બેંકે આ સેવાઓને કરી રિવાઇઝ
ICICI બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે તેના ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં ફેરફાર કર્યો છે. હવે બેંકના ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં વાર્ષિક 200 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયા ચૂકવવા પડશે. ચેકબુકમાંથી 25 ચેક ઇશ્યૂ કરવા માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પછી દરેક ચેક માટે 4 રૂપિયા પ્રતિ ચેકની ફી ચૂકવવી પડશે. જો DD અથવા PO રદ કરવામાં આવે અથવા ડુપ્લિકેટ રિવેલિડેટ કરવામાં આવે, તો 100 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે જો તમે 1,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરો છો, તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 2.50 રૂપિયા ચૂકવવા પડશે.


9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળા
Surya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્ય


બીજી તરફ 1 રૂપિયાથી 25 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા અને 25 હજાર રૂપિયાથી 5 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. એકાઉન્ટ બંધ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવતો નથી. ડેબિટ કાર્ડ પિન રિજનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ લાગશે. ડેબિટ કાર્ડ પિન રિજનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ છે. બેલેન્સ સર્ટિફિકેશન, વ્યાજ પ્રમાણપત્ર અને જૂના વ્યવહારોના દસ્તાવેજો માટે સર્વિસ ચાર્જ ઝીરો હશે. 


પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે આ Fan, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર
આગ દઝાડતી ગરમીમાં પીવો આ શરબત, ફેટ પણ ઓગળી જશે અને બોડી પણ રહેશે ઠંડુ


હસ્તાક્ષર વેરિફિકેશન અથવા એટેસ્ટેશન માટે રૂ. 100 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. ECS/NACH ડેબિટ કાર્ડ રિટર્ન પર, ગ્રાહકોએ નાણાકીય કારણોસર 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ઈન્ટરનેટ યુઝર આઈડી અથવા પાસવર્ડ ફરીથી ઇશ્યૂ કરવા માટે તમારે ઝીરો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. હવે એડ્રેસ ચેન્જ રિક્વેસ્ટ પર ગ્રાહકોએ ઝીરો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. તમારે સ્ટોપ પેમેન્ટ ચાર્જ પર 100 રૂપિયા ચૂકવવા પડશે.


ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે
10 રૂપિયામાં શેર વેચી રહી છે આ દિગ્ગજ કંપની, દાવ લગાવવાની અંતિમ તક, GMP માં તેજી


કેશ ડિપોઝિટ ચાર્જમાં પણ થયો ફેરફાર
બેંકે કેશ ડિપોઝિટ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. બેંક હોલિડેના દિવસે અને સામાન્ય વર્કિંગ ડેમાં સાંજે 6 થી 8 વચ્ચે કેશ ડિપોઝિટ મશીનમાં 10,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર 50 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન મુજબ ચાર્જ ચૂકવવો પડશે. તો બીજી તરફ સીનિયર સિટીઝન, જન ધન ખાતું અને વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ લઇ રહ્યા નથી. આ ઉપરાંત બેંક કાર્ડ ખોવાઇ જાય તો એવામાં બીજા કાર્ડ ઇશ્યૂ કરવા માટે 200 પ્રતિ કાર્ડ મુજબથી ચાર્જ લઇ રહ્યા છે. તો બીજી તરફ એટીએમ બેલેન્સ ઇન્કવાયરીના ભારત બહાર 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.