દરેક શેર પર 550 રૂપિયાનો ફાયદો, આ IPOમાં દાવ લગાવવાની છેલ્લી તક, 50 ગણો થયો છે સબ્સક્રાઇબ
આઈડિયાફોર્જના આઈપીઓને ગ્રે માર્કેટમાં જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 638-672 રૂપિયા છે. જાણકારોનું કહેવું છે કે ગ્રે માર્કેટમાં આઈડિયાફોર્જનું પ્રીમિયમ 550 રૂપિયા પહોંચી ગયું છે.
નવી દિલ્હીઃ ડ્રોન બનાવનારી કંપની આઈડિયાફોર્જને પ્રથમ ત્રણ દિવસમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આઈડિયાફોર્જ ટેક્નોલોજીનો આઈપીઓ (ideaForge IPO) પ્રથમ ત્રણ દિવસમાં 50.38 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. રિટેલ ઈન્વેસ્ટર્સ, આઈડિયાફોર્જના આઈપીઓ પર દાંવ લગાવી રહ્યાં છે. આઈપીઓનો રિટેલ કોટા 64.88 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના આઈપીઓ પર દાંવ લગાવવાની છેલ્લી તક બાકી છે. આઈડિયાફોર્જનો આઈપીઓ 30 જૂને સબ્સક્રાઇબ માટે બંધ થઈ જશે.
દરેક શેર પર 550 રૂપિયાનું પ્રીમિયમ
આઈડિયાફોર્જ ટેક્નોલોજીના આઈપીઓને ગ્રે માર્કેટમાં જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 638-672 રૂપિયા છે. બજારના જાણકારોનું કહેવું છે કે ગ્રે માર્કેટમાં આઈડિયાફોર્જનું પ્રીમિયમ 550 રૂપિયા પહોંચી ગયું છે. આઈપીઓમાં જો કંપનીના શેર 672 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર એલોટ થાય છે અને 550 રૂપિયાનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બનેલું રહે છે તો આઈડિયાફોર્જના શેર 1222 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે રોકાણકારોને 80 ટકાનો ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચોઃ ગેરંટી સાથે ડબલ રિટર્ન મેળવો, ₹5 લાખનું રોકાણ બની જશે ₹10 લાખ, સમજો કેલકુકેશન
10 જુલાઈએ લિસ્ટ થશે કંપનીના શેર
આઈડિયાફોર્જ ટેક્નોલોજીના શેર 10 જુલાઈએ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. રિટેલ ઈન્વેસ્ટર્સ કંપનીના આઈપીઓમાં ઓછામાં ઓછા 1 લોટ માટે દાંવ લગાવી શકે છે. 1 લોટમાં 22 શેર છે અને રિટેલ ઈન્વેસ્ટર્સે ઓછામાં ઓછા 14784 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો રિટેલ ઈન્વેસ્ટર્સ વધુમાં વધુ 13 લોટ એટલે કે 286 શેર માટે દાંવ લગાવી શકે છે. 13 લોટ માટે ઈન્વેસ્ટર્સે 192,192 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન હોય છે. પહેલા તમારા એડવાઇઝર્સ સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube