IPO News Updates: ડ્રોન બનાવનારી કંપની IdeaForge Technology નો આઈપીઓ (IPO) આગામી સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. રિટેલ ઈન્વેસ્ટરોના ઓપનિંગ પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 255 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. રિટેલ ઈન્વેસ્ટરો કંપનીના આઈપીઓ પર સોમવારથી દાંવ લગાવી શકશે. આવો ડીટેલ્સમાં જાણીએ IdeaForge Technologyના આઈપીઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારથી થશે ઓપન?  IdeaForge Technology IPO Details
IdeaForge આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 26 જૂનથી 29 જૂન 2023 સુધી ઓપન રહેશે. કંપનીએ આઈપીઓ માટે 638 રૂપિયાથી 672 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીના પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ 48.69 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરશે. તો 240 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. 


શું છે જીએમપી? IdeaForge Technology IPO Today
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ પ્રમાણે IdeaForge કાલે સાંજે 470 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. જે ગુરૂવારના મુકાબલે વધુ છે. જો આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો કંપનીની લિસ્ટિંગ 1142 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરો પ્રથમ દિવસે માલામાલ થઈ જશે. 


આ પણ વાંચોઃ 35 પૈસાથી 900 રૂપિયાને પાર પહોંચ્યો મલ્ટીબેગર શેર, 1 લાખના બનાવી દીધા 25 કરોડ


ટાટાએ પણ લગાવ્યા પૈસા
આઈપીઓ પહેલા કંપની 60 કરોડ રૂપિયા પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ રાઉન્ડથી ભેગા કરી ચુકી છે. કંપનીએ આ પૈસા ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ, 360 વન સ્પેશન ઓપરટ્યૂનિટિઝ ફંડ સિરીઝ 9 અને 10, મોતીલાલ ઓસવાલ મિડકેપ ફંડ અને થિંક ઈન્વેસ્ટમેન્ટ પીસીસી દ્વારા ભેગા કર્યાં છે. 


શું છે લોટ સાઈઝ
કંપનીના આઈપીઓ માટે લોટ સાઇઝ 22 શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારોની દ્રષ્ટિએ સારી વાત છે કે કંપનીને માર્ચ 2023માં 192.27 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube