100 રૂપિયા પર જશે આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદો, કરાવશે કમાણી
IDFC First Bank: જો તમે કોઈ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમે આઈડીએફસી ફર્સ્ટ બેન્કના શેર પર ફોકસ કરી શકો છો.
Stock To Buy: જો તમે પણ ઓછા ભાવમાં કોઈ ક્વોલિટી શેરમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આઈડીએફસી ફર્સ્ટ બેન્ક (IDFC First Bank)ના શેર પર ફોકસ કરી શકો છો. બ્રોકરેજ પ્રમાણે આ શેરમાં તેજી આવી શકે છે. બેન્કના શેર પર ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે બય કોલ આપ્યો છે. જેફરીઝે આ શેર પર 100 રૂપિટાની ટાર્ગેટ પ્રાઇઝની સાથે કવરેજ શરૂ કર્યું છે. આજે બેન્કનો શેર 84.71 રૂપિયા પર બંધ થયો હતો.
શેરની સ્થિતિ
આઈડીએફસી ફર્સ્ટ બેન્કના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 52 ટકાથી વધુની તેજી આવી છે. YTD માં 5 ટકાનો ઘટાડો થયો છે, જેણે આ વર્ષે અત્યાર સુધી 4માંથી 3 મહિનામાં નકારાત્મક રિટર્ન આપ્યું છે. માર્ચમાં 7 ટકા, ફેબ્રુઆરીમાં 4 ટકા અને જાન્યુઆરીમાં 5 ટકાના ઘટાડા બાદ એપ્રિલમાં અત્યાર સુધી શેરમાં 12 ટકાનો વધારો થયો છે. વર્તમાનમાં શેર 5 સપ્ટેમ્બર 2023ના પોતાના રેકોર્ડ હાઈ 100.74 રૂપિયાથી 16 ટકા દૂર છે. આ વચ્ચ તે 12, એપ્રિલ 2023ના પોતાના 52 સપ્તાહના નિચલા સ્તર 53.35થી 58 ટકા આગળ વધી ગયો છે.
આ પણ વાંચોઃ આ ગુજરાતી કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવ્યા લાખોપતિ, એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 8 લાખ
શું છે બ્રોકરેજનો મત?
જેફરીઝ આઈડીએફસી ફર્સ્ટ બેન્ક પર પોઝિટિવ છે. બ્રોકરેજે આ શેરમાં તેજીના ત્રણ કારણ ગણાવ્યા છે. પ્રથમ- ફુલ સુઇટ બેન્કિંગ અને સૌથી સારી જમા ફ્રેન્ચાઇઝી. બીજું- જમા રકમમાં 28 ટકા સીએજીઆરની આશા છે, જેનાથી લોનમાં 22 ટકાની સહાયતા મળશે અને ત્રીજું- 2HFY25 માં આવક વધારાની આશા.
ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ દ્વારા આપવામાં આવી છે, આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજાર જોખમો અધીન છે, રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.