Banking Rules: લોકો પોતાની બચતોને બેંકમાં રાખવી સુરક્ષિત માને છે. જીવનભર લોકો તેની બચતને બેંકખાતામાં જમા કરાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે બચત કરતાં કોઇ ખાતાધારકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય તો તેણે કરેલી બચતનો કોણ હકદાર થશે? આ બાબતે ઘણા એવા સંજોગો છે જેમાં પરિવાર સિવાય અન્ય લોકોને પણ પૈસા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું કહે છે નિયમો
ખાતાધારકના મૃત્યુની સ્થિતિમાં, તેના ખાતામાં જમા રકમ કોને મળશે તે અંગે નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. જ્યારે તમે બેંકમાં ખાતું ખોલો છો, ત્યારે તમે તમારા નોમિનીની વિગતો આપો છો અને બેંક તેની ફાઇલોમાં નોમિનીની વિગતો રેકોર્ડ કરે છે. આવી સ્થિતિમાં, થાપણદારના મૃત્યુ પર, તેના ખાતામાં જમા રકમ સ્વાભાવિક રીતે નોમિનીને મળે છે.


આ પણ વાંચો:
 
આ કિસ્સામાં વારસદારને પૈસા મળે છે
નોમિનીની ગેરહાજરીમાં, બેંક ખાતામાં જમા કરવામાં આવેલી રકમ થાપણદારના કાનૂની વારસદારને જાય છે. આ કિસ્સામાં, ખાતામાં જમા રકમનો દાવો કરનાર વ્યક્તિએ ખાતાધારકની વસિયત બેંકને આપવી પડશે. જો વસિયત ન હોય તો, પરિવારના સભ્યોએ ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર આપવું પડશે. તે એક ખાસ દસ્તાવેજ છે, જેની મદદથી મૃત વ્યક્તિના વારસદારની ઓળખ થાય છે. તે ખૂબ જ જટિલ અને લાંબી કાનૂની પ્રક્રિયા છે. આના દ્વારા પૈસાનો દાવો કરવામાં ઘણો સમય લાગે છે.
 
સંયુક્ત ખાતું
જ્યારે તમારી પાસે સંયુક્ત ખાતું હોય ત્યારે તમને આ રીતે પૈસા મળે છે. આ નિયમ પણ એકદમ સરળ છે. આ હેઠળ, સંયુક્ત ખાતાધારકોમાંથી એકના મૃત્યુ પર, બીજાને ખાતાની સંપૂર્ણ માલિકી મળે છે અને ખાતામાં જમા થયેલી રકમ તે ઉપાડી શકે છે.
 


નોમિનીની વિગતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો
નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારનું રોકાણ કરે છે, તો તેણે તેના પરિવારના સભ્યોને આ વિશે જાણ કરવી જોઈએ. બેંક ખાતાથી લઈને વીમા અને પીએફ ખાતા સુધી, નોમિનીની વિગતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. આ સિવાય તમારા તમામ દસ્તાવેજો પણ એવી રીતે રાખવા જોઈએ કે પરિવારના સભ્યોને તેમને શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે.
 


આ કિસ્સામાં પરિવારને રકમ મળતી નથી
જો ખાતેદારે પોતાના વિલમાં ખાતામાં જમા થયેલી રકમ પરિવાર સિવાયના કોઈ મિત્ર કે સંબંધી કે ટ્રસ્ટને આપવાનું કહ્યું હોય તો આવા કિસ્સામાં પરિવારને રકમ મળતી નથી.