જો તમે પણ EPF એકાઉન્ટ હોલ્ડર છો તો આ સમાચાર તમારા માટે છે. તમે ઘરે બેઠા EPFOથી જોડાયેલી આ સુવિધાને શુરૂ કરી શકો છો. તેની સંપૂર્ણ પ્રોસેસ અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારું પણ PF ખાતું છે તો ઝડપથી પતાવી દો આ કામ, EPFO એ Tweet કરીને માહિતી આપી દીધી છે. હવે કામ આપણે કરવાનું છે. કેન્દ્રીય ભવિષ્ય નિધિ સંગઠન એટલે EPFO તેમના સબ્સક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આજકાલ EPFO ના સબસ્ક્રાઇબર્સ સંબંધિત તમામ કામ ઓનલાઈન થઈ શકે છે. તેવી જ રીતે તેની ઈ-નોમિનેશન સેવા પણ ઓનલાઈન કરી શકાય છે. આ માટે તમે EPFO ની વેબસાઈટ પર ઘરે બેસીને આ કામ સરળતાથી કરી શકો છો. જો તમે EPFO ની તમામ સુવિધાઓનો લાભ લેવા માંગતા હો, તો તમારે તમારું નામાંકન કરવું જ પડશે. આ માટે તમારે EPFO ઓફિસ જવાની જરૂર નથી. આજે અમે તમને ઘરે બેઠા ઈ-નોમિનેશન કેવી રીતે કરવું તે હું તમને જણાવીશ


1. સૌથી પહેલા તમને EPFO ની વેબસાઈટ જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો (https://www.epfindia.gov.in/site_en/index.php)તેના પર જઈ Service ના ઓપ્શન પર ક્લિક કરવું.
2. ત્યારબાદ ફોર એમ્પ્લોયઝ સેક્શન પર ક્લિક કરો. રીડાયરેક્ટ કર્યા બાદ Member UAN/Online Service ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
3. ત્યારબાદ સબસ્ક્રાઇબરને ઓફિશિયલ મેમ્બર e-SEWA પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં UAN અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરવું.
4. ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનૂમાં મેનેજ ટેબ પર જાઓ અને E-Nomination પસંદ કરો. આમાં હા વિકલ્પ પસંદ કરો અને ફેમિલી ડિક્લરેશનને અપડેટ કરો.
5. Add Family Details પર ક્લિક કરો અને નોમિનેશન વિગતો પસંદ કરો જેમાંથી તમે શેર કરવાની કુલ રકમ પણ જાહેર કરી શકો છો.
6. ત્યારબાદ સેવ EPF નોમિનેશન પર ક્લિક કરો. આગળના પેજ પર ગયા પછી e-sign વિકલ્પ પર ક્લિક કરો.
7. તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, ત્યારબાદ આ પ્રક્રિયા પૂર્ણ થશે.


8 પૈસાના આ શેરે એક લાખને બનાવી દીધા 9.26 કરોડ રૂપિયા: શું તમારી પાસે છે આ શેર


ટ્રેનમાં મુસાફરી કરો છો તો રેલવેના આ નિયમો જાણવા ખૂબ જરૂરી : ભૂલ કરી તો ભોગવવું પડશે


અનંત અંબાણીનું ફરી વજન વધ્યું તો લોકો ચોંકી ગયા...વજન વધવાનું આ હોઈ શકે કારણ!


આમ ઘરે જ બેઠા બેઠા તમારું નામાંકન થઈ જશે. તમારે EPFO ઓફિસ જવાની જરૂર નથી. અને હા આ કામ આજે જ પતાવી દો...


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube