Gold Loan: જો તમે ગોલ્ડ લોન માટે અરજી કરી રહ્યા છો, તો જાણો તેના ફાયદા
Gold Loan Benefits: જ્યારે ગોલ્ડ લોનની વાત આવે છે ત્યારે બેંકો અને NBFCs સૌથી સુરક્ષિત માનવામાંઆવેછે, તેથી ગ્રાહકોને માત્ર બેંકો અને NBFCમાંજ ગોલ્ડ લોન માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
તમારા સોનાના ઘરેણાંને ગિરવી મુકીને લોન લો છો ત્યારે અચાનક આવેલા ખર્ચાને પહોંચી વળાય છે. તમે તમારા સોનાના દાગીનાની કિંમતના 75% સુધીની લોન મેળવી શકો છો, જે બજારમાં પ્રવર્તમાન સોનાની કિંમત પર આધારિત છે. ગોલ્ડ લોન લેતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ધિરાણ સંસ્થાની વિશ્વસનીયતા
ગોલ્ડ લોન માટે અરજી કરતી વખતે, ધિરાણ આપતી સંસ્થા વિશ્વાસપાત્ર છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. વ્યાજ દરો, પાત્રતાની જરૂરિયાતો અને ઓફર કરેલી લોનની રકમની તુલના કરો. સામાન્ય રીતે, ગોલ્ડ લોન ઓફર કરતી સંસ્થા કરતા NBFCs ના વ્યાજ દરો અથવા પ્રોસેસિંગ ફી ઓછી હોય છે.
વ્યાજ દર તપાસો
વિવિધ ધિરાણ સંસ્થાઓમાં ગોલ્ડ લોનના વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી પણ અલગ અલગ હોય છે. તેથી, ગોલ્ડ લોન પસંદ કરતા પહેલા વિવિધ ધિરાણ કર્તાઓના વ્યાજ દરો અને તેની પ્રોસેસિંગ ફીની તુલના કરવી મહત્વપૂર્ણ છે. તમારી લોનની કિંમત ઘટાડવા માટે, તમારે એવી સંસ્થા પાસેથી લોન લેવી જોઈએ કે જેમાં વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી ઓછી હોય. મોટાભાગની ધિરાણ સંસ્થાઓનું વ્યાજ દર વાર્ષિક 9.50% થી શરૂ થાય છે.
લોનની મુદત તપાસો
ગોલ્ડ લોન લેતા પહેલા, લોનની મુદત કાળજી પૂર્વક તપાસો, કારણ કે તમારે આ સમય મર્યાદામાં તમારી લોન ચૂકવવાની હોય છે. તમારે તેજ સમય મર્યાદામાં લોનની ચુકવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તેમાં કોઈ પણ તમને વધારાના શુલ્ક અને દંડ ચૂકવવા માટે દબાણ કરી શકે છે.
નોકરીની ઓફર પર મહિલાનો જવાબ- 'આપી શકશો પેકેજ..'મારો પગાર તમે ભેગા કરેલા ફંડથી વધુ છે
મોટા ખુશખબર, સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો, જાણો કેટલું સસ્તુ થયું 10 ગ્રામ સોનું
લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે લાલ ભીંડા, ખેડૂતોને થઈ રહ્યો છે ત્રણ ગણો નફો!
લોન ચુકવણીના વિકલ્પો
ગોલ્ડ લોન માટે અરજી કરતા પહેલા લોનની ચુકવણીનો વિકલ્પ ચકાસો. ભારતની તમામ અગ્રણી બેંકો અને NBFCs ગોલ્ડ લોનની ચુકવણી માટે ઘણા વિકલ્પ આપે છે. તમે લોનની શરૂઆતમાં વ્યાજની સંપૂર્ણ રકમ ચૂકવી શકો છો અને બાકીની મૂળ રકમ પછીથી ચૂકવી શકો છો. તમે દર મહિને, દ્વિ-માસિક, ત્રિ-માસિક, 6-માસિક અથવા વાર્ષિક વ્યાજ ચૂકવવાનું પણ પસંદ કરી લોનની મુદતના અંતેમુખ્ય રકમ ચૂકવી શકો છો.
ગોલ્ડ લોન EMI કેલ્ક્યુલેટર ઑફર્સ
ધિરાણ આપતી કંપનીઓ ગોલ્ડ લોન EMI કેલ્ક્યુલેટર ઓફર કરતી હોય છે જેની મદદથી તમે સોનાના આભૂષણોના વજન અને શુદ્ધતાના આધારે લોનની રકમનો અંદાજ લગાવી શકો છો. આ રીતે, લોન લેતા પહેલાં, તમે જાણી શકો છો કે તમારે દર મહિને કેટલી રકમ ચૂકવવી પડશે. આ ઉપરાંત તમે જે સોનાના દાગીના પર લોન લેવાનું વિચારી રહ્યા છો તેની શુદ્ધતા તપાસો. મોટા ભાગની ધિરાણ સંસ્થાઓ 22-કેરેટ કે તેથી વધુના શુદ્ધ સોનાના ઘરણા પર જ ધિરાણ આપવાનું પસંદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube