Investment Tips: પહેલીવાર રોકાણ કરો છો, તો રાખજો આ વાતનું ધ્યાન
મોટેભાગે લોકો રોકાણને મુલતવી રાખવાનું પસંદ કરે છે. કેટલીકવાર એમ કહીને કે પગાર ઓછો છે અને ક્યારેક ખર્ચ વધારે છે તેવુ કહીને રોકાણ નથી કરતા. ભલે ઓછી રકમથી પરંતુ રોકાણ કરવાની આદત પાડો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છે કે રોકાણ એવી મૂડી છે જેને તમે જેટલી જલ્દી સમજી જાઓ છો તેટલી જલ્દી રૂપિયા ભેગા કરતા શીખી જાઓ છો. જ્યારે નોકરીની શરૂઆત હોય છે ત્યારે મોટાભાગના લોકો ખર્ચ કરવામાં લાગી જાય છે. જો તમે નાની ઉંમરે વધારે પૈસા બનાવવા માગતા હોવ તો ત્રણ વાતનું ધ્યાન રાખજો.
સૌથી પહેલા પોતાના દેવા પૂરા કરો
પૈસા બનાવવા માટે સૌથી પહેલા જરૂરી છે કે, તમે તમારા દેવા સૌથી પહેલા પૂરા કરો. નોકરીની શરૂઆતના તબક્કામાં દેવુ ઓછુ અથવા તો બિલકુલ નથી હોતુ. તેમ છતાં પણ જો તમારા પર એજ્યુકેશન લોન કે પછી કોઈ બીજી લોન છે જે તમારા માતા-પિતાએ તમારા ભણવા માટે લીધી હોય તો સૌથી પહેલા લોન ચૂકતે કરી દો. આમ કરવાથી તમે લોન પર સતત આવતા વ્યાજમાંથી મુક્તિ મેળવી શકશો. સાથે જ એક મોટી જવાબદારીમાંથી છુટકારો મેળવી શકશો.
ભલે ઓછા પૈસાથી પણ રોકાણ કરવાની આગત વિકસાવો
મોટેભાગે લોકો રોકાણને મુલતવી રાખવાનું પસંદ કરે છે. કેટલીકવાર એમ કહીને કે પગાર ઓછો છે અને ક્યારેક ખર્ચ વધારે છે તેવુ કહીને રોકાણ નથી કરતા. ભલે ઓછી રકમથી પરંતુ રોકાણ કરવાની આદત પાડો. જો તમે ઈચ્છો તો તમે 100 અથવા 500 રૂપિયાની SIP સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ શરૂ કરી શકો છો. જો તમને શેર બજારની સારી જાણકારી છે, તો પછી તમે સીધા શેર બજારમાં જ રોકાણ કરી શકો છો. આમ કરવાથી તમને પૈસા એકઠા કરવાની અને રોકાણની ટેવ પડી જશે.
રોકાણની માહિતી વધુને વધુ જાણવાનો પ્રયાસ કરો
મોટાભાગે મીડિયામાં એવી ખબરો આવે છે તે આ શેરે માત્ર 3 મહિનામાં 200 ટકા રિટર્ન આપ્યુ. આ શેરના ભાવ એક મહિનામાં બમણા થઈ ગયા. પરંતુ ધ્યાન રાખવા જેવુ એ છે કે આવી માત્ર ખબરો સાંભળીને તમે બજારમાં રોકાણ ન કરો. જો તમને બજારની સારી જાણકારી નહીં હોય તો પૈસા ગુમાવવાનો વારો આવશે. તમને ખબર હોવી જોઈએ કે કયા શેરે કેટલુ વધારે રિટર્ન આપ્યું છે અને આગળ કેટલુ રિટર્ન આપી શકે છે. સાથે જ એ સમજવુ પણ જરૂરી છે કે આગળ પણ શેર રિટર્ન આપશે કે પછી તેના ભાવ પડી જશે. તમે પોતાની નોકરી કે બિઝનેસની સાથે સાથે શેર માર્કેટને એજ્યુકેટ કરીને સારુ રિટર્ન મેળવી શકો છો.
જીવનમાં કમાણીની સાથે, બચત અને બચત પછીનું રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. રોકાણ લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના હોઈ શકે છે. જોકે, નિષ્ણાંતો કહે છે કે લાંબાગાળાનું રોકાણ સારું છે. સારુ રિટર્ન લેવા માટે રોકાણમાં સમયાંતરે ફેરફારો પણ જરૂરી છે, કારણ કે તમારી ઉંમર સાથે જરૂરિયાતો અને પસંદગીઓ બદલાય છે.