ઓફિસમાં કલીગ સાથે થઇ ગયો છે પ્રેમ, તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો
દોડધામવાળી જીંદગીમાં લોકો મોટભાગે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને એકસાથે મેનેજ કરી શકતી નથી. મહત્વાકાંક્ષા વધુ હોવાથી મોટાભાગના લોકો કામમાં વધુ સંલિપ્ત થઇ જાય છે. જેથી તેમની પર્સનલ લાઇફ ખાસકરીને પોતાની લવ લાફવ પ્રભાવિત થાય છે. ઓફિસની બહાર તેમને પોતાના માટે અને બીજા માટે વધુ સમય મળી શકતો નથી. એવામાં મોટાભાગે જોવા મળ્યું છે કે એકસાથે કામ કરનાર લોકો પ્રેમ કરવા લાગે છે. એવામાં પ્રેમ પ્રસંગ ટકાઉ પણ હોય છે અને ઘણા કપલ તો લગ્ન પણ કરી લે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે એકસાથે કામ કરનાર લોકો જો પ્રેમમાં પડે છે તો આ વાતનું જરૂર ધ્યાન રાખે કે હિતોનો ટકરાવ નહી થાય.
નવી દિલ્હી: દોડધામવાળી જીંદગીમાં લોકો મોટભાગે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને એકસાથે મેનેજ કરી શકતી નથી. મહત્વાકાંક્ષા વધુ હોવાથી મોટાભાગના લોકો કામમાં વધુ સંલિપ્ત થઇ જાય છે. જેથી તેમની પર્સનલ લાઇફ ખાસકરીને પોતાની લવ લાફવ પ્રભાવિત થાય છે. ઓફિસની બહાર તેમને પોતાના માટે અને બીજા માટે વધુ સમય મળી શકતો નથી. એવામાં મોટાભાગે જોવા મળ્યું છે કે એકસાથે કામ કરનાર લોકો પ્રેમ કરવા લાગે છે. એવામાં પ્રેમ પ્રસંગ ટકાઉ પણ હોય છે અને ઘણા કપલ તો લગ્ન પણ કરી લે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે એકસાથે કામ કરનાર લોકો જો પ્રેમમાં પડે છે તો આ વાતનું જરૂર ધ્યાન રાખે કે હિતોનો ટકરાવ નહી થાય.
ઓફિસમાં રોમાંસને રોકવો થઇ જાય છે મુશ્કેલ
સ્ટેલર સર્ચની સંસ્થાપક તથા ચેરપર્સન શૈલજા દત્તે કહ્યું કે ઇમાનદારીથી કહીએ તો ઓફિસમાં રોમાન્સ રોકવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ''અત્યાર સુધીના કોર્પોરેટ વાતાવરણમાં કર્મચારી પોતાનો મોટાભગનો સમય ઓફિસમાં પસાર કરે છે. એવામાં આ નૈસર્ગિક છે તે પોતાના કાર્યસ્થળ પર જ કોઇ સહકર્મીની સાથે અથવા પોતાના કાર્ય સંબંધિત કોઇ વ્યક્તિને પ્રેમ કરવામાં લાગી જાય. સ્ટેલરમાં અમે પહેલાં એવા ઘણા કર્મચારીઓ જોયા છે જે કંપનીમાં જ મળ્યા અને પછી તેમની સાથે લગ્ન પણ કર્યા.''
એક ઓફિસમાં પરંતુ બે અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની સ્થિતિ સારી
જોકે તેમણે કહ્યું કે એક જ કંપની અથવા એક જ વિભાગમાં કામ કરનાર લોકોનો પ્રેમ પ્રસંગ ઠીક હોતો નથી કારણ કે હિતોનો ટકરાવ થાય છે. તેમણે કહ્યું કે ''જો તમે કોઇ મોટી સંસ્થામાં કામ કરો છો અને તમે અલગ વિભાગોમાં છો જ્યાં તમારે પરસ્પર સંવાદ થતો નથી તો આ સારી સ્થિતિ છે. મર્કિટિયર્સ, ઇવેંટ મોઝાઇક અને વિઝ પ્લસની સંસ્થાપક તથા લેખિકા ઓશિકા લંબે કહ્યું કે ઓફિસમાં પ્રેમ પ્રસંગને લઇને કંપનીઓ અને કર્મચારીઓને સજાગ રહેવું જરૂરી છે.