નવી દિલ્હીઃ જો તમારી પાસે 20 રૂપિયાની નોટ છે તો તમે હજારો રૂપિયાની કમાણી કરી શકો છો. આ માટે તમારે નોટ પરત કરવી પડશે, જેના બદલામાં તમને હજારો રૂપિયા મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ છાપી હતી 20 રૂપિયાની નોટ
અમારી સહયોગી વેબસાઇટ  DNA ના રિપોર્ટ પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્કે 12 અલગ-અલગ મૂલ્યવર્ગમાં ઈન્ડિયન કરન્સી નોટ જારી કરી હતી. તેમાં 20 રૂપિયાની કિંમતની નોટ પણ સામેલ હતી. નિયમો પ્રમાણે પ્રત્યેક નોટના છાપકામમાં તેની તારીખ અને તેનું વર્ષ લખેલું હોવું જોઈએ. સંયોગથી ઘણી નોટો પર તારીખ અને વર્ષ લખવાનું રહી ગયું. 


આ પણ વાંચોઃ સુરતના રંગબેરંગી ચળકતા ડાયમંડની દુનિયાભરમાં ડિમાન્ડ વધી


ભૂલની જાણ થતાં નોટ પરત ખેંચી લીધી
તેની જાણ થતાં વર્ષ 2005માં તે નોટ (Rs 20 Note) પરત લઈ લેવામાં આવી અને તેના બદલામાં તે ડિઝાઇનની 20 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. આ નોટો પર પ્રિન્ટ અને માન્યતા વર્ષ બંને લખેલું હતું. તેમ છતાં તારીખ-વર્ષ વગરની 20 રૂપિયાની ઘણી નોટો લોકોની પાસે છે. હવે આ નોટને તમે પરત કરી રૂપિયા મેળવી શકો છો. 


નોટ એક્સચેન્જ કરી કરી શકો છો હજારોની કમાણી
આ માટે તમારે Leftovercurreny.com પર જઈને વેબસાઇટ ઓપન કરવી પડશે. ત્યારબાદ  'Add to Wallet' બટન પર જઈને ક્લિક કરવું પડશે.  ત્યાં તમારે માહિતી આપવી પડશે કે તમે 20 રૂપિયાની તારીખ-વર્ષ વગરની કેટલી નોટો (Rs 20 Note) એક્સચેન્જ કરવી છે. તેટલી રમક તમારા વોલેટમાં જમા થતી જશે. આ ટ્રાન્ઝેક્શનના પાંચ દિવસની અંદર તમને તમારા રૂપિયા મળી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube