નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)ની પરેશાનીને દૂર કરતા તેમને નક્કી સમય કરતા વધુ સમય સુધી ચલણમાંથી રદ કરવામાં આવેલી ચલણી નોટો રાખવાની મંજૂરી આપી છે. આ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. નાણા મંત્રાલયે આ અંગે નોટિફિકેશન જારી કરીને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી), કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડ (સીબીઆઈસી) તથા ઈડીને બંધ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટો રાખવાની પરવાનગી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10થી વધુ નોટો પર ઉઠશે સવાલ
નિર્દિષ્ટ બેંક નોટ કાયદા 2017 હેઠળ બંધ કરાયેલી બેંક નોટ એક નિશ્ચિત મર્યાદા કરતા વધુ ફક્ત રિઝર્વ બેંક, તેની એજન્સીઓ અને તેના ધ્વારા અધિકૃત વ્યક્તિ કે કોર્ટના આદેશ મુજબ જ રાખી શકે છે. વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે 10થી વધુ જૂની બંધ થયેલી નોટો રાખી શકે નહીં. રિસર્ચ, સંશોધન માટે 25થી વધુ આવી નોટો રાખી શકાય નહીં. 


નાણા મંત્રાલયને જારી કર્યુ નોટિફિકેશન
નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ વિવિધ પ્રવર્તન એજન્સીઓએ કોર્ટ કે કોઈ વિશિષ્ટિ આદેશ વગર 30 ડિસેમ્બર, 2016 (બંધ નોટો બદલવાની છેલ્લી તારીખ)ના રોજ અથવા તેના પહેલા 500-1000ની જે પ્રતિબંધિત નોટો જપ્ત કરી હોય. જપ્તિ માટે અધિકૃત દસ્તાવેજો રજુ કરાય ત્યારે  તેમણે આ નોટ જમા કરાવવા કે બદલાવવાની જરૂર હોય છે.


સરકારે જારી કર્યા નવા આદેશ
જો કે આ નવા કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જેમાં પ્રવર્તન એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલી આ રદ ચલણી નોટોને જમા કરાવવા માટે અધિકાર આપી શકાય. આ પરેશાનીને પહોંચી વળવા માટે સરકારે નિર્દિષ્ટ બેંકનોટ સંબંધિત મુશ્કેલીઓનો અંત લાવવા માટે આદેશ 2018 જારી કર્યો છે. આ માટે સરકારે કાયદાની કલમ 12 હેઠળ પોતાના પાવરનો ઉપયોગ કર્યો છે. 


નવેમ્બર 2016માં સરકારે કરી હતી નોટબંધી
હવે આ આદેશ બાદ અન્ય લોકો સાથે વિવિધ પ્રવર્તન એજન્સીઓ જેમ કે સીબીડીટી, સીબીઆઈસી અને ઈડી જપ્તિને અધિકૃત કરવા સંબંધી દસ્તાવેજ પ્રસ્તુત કરીને બંધ નોટોને રાખી શકશે. સરકારે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે અને આતંકવાદીઓને ધન પહોંચતી ગતિવિધિઓને રોકવા માટે 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ની નોટો બંધ કરી હતી. લોકોને ત્યારે તેમની પાસે રહેલી નોટો બદલવા માટે 30 ડિસેમ્બર 2016 સુધીનો સમય અપાયો હતો. એનઆરઆઈ લોકોને વધુ સમય અપાયો હતો.