નવી દિલ્હી: જો તમે પંજાબ નેશનલ બેંક (PNB)ના ગ્રાહક છે અને ચેક દ્વારા ચૂકવણી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. જે પીએનબી ગ્રાહક હજુ પણ નોન સીટીએસ કમ્પ્લાયંસ ચેક દ્વારા ચૂકવણી કરી રહ્યા છો, તે જાન્યુઆરી 2019 બાદ આ ચેકોનો ઉપયોગ કરી શકશે નહી. બેંક એવા ચેકોને ડિસઓર્નર કરી દેશે. નવા સીટેસી કમ્પ્લાયંટ ચેક બ હરવામાં સરળ અને સહજ છે. રિઝર્વ બેંકે બધી બેંકોને નિર્દેશ જાહેર કર્યો છે કે તે નોન સીટીએસ ચેકને ખતમ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીટીએસથી એક બેંકથી બીજી બેંક નહી લઇ જવો પડે ચેક
આરબીઆઇના નિર્દેશ બાદ પીએનબીએ પોતાના ગ્રાહકોને સીટીએસ વિનાના ચેક પાછા લઇને તેની જગ્યાએ નવા ચેક આપવાનું કહ્યું છે. બેંક જાન્યુઆરીથી સીટીએસવાળા ચેક સ્વિકારી કરશે નહી. સીટીએસ એટલે 'ચેક ટ્રાંકેશન સિસ્ટમ'માં ચેકને રીડેમ્પશનનું કામ જલદી થાય છે. આ વ્યવસ્થામાં ચેક ક્લીયરિંગ માટે એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂર હોતી નથી. તેના ક્લિયરિંગ માટે ફક્ત ઇલેક્ટ્રોનિક કોપી રજૂ કરવામાં આવે છે. 


જાન્યુઆરી 2019 બાદ કામ નહી કરે ચેક
પીએનબીએ એક અધિસૂચનામાં કહ્યું કે સીટીએસ સુવિધાવાળા વિનાના ચેક એક જાન્યુઆરી 2019થી ક્લીયરિંગ માટે સ્વિકારવામાં નહી આવે. બેંકે ગ્રાહકો પાસેથી સીટીએસ વિનાની સુવિધાવાળા ચેકની જગ્યાએ બીજા ચેક લેવા માટે કહ્યું છે. આ વ્યવસ્થામાં ભૌતિક રૂપે ચેકને લઇ જવાનો ખર્ચ બચે છે અને ક્લીયરિંગમાં લાગનાર સમય ઓછો થાય છે. તેનાથી ગ્રાહકોને સારી સેવા મળે છે. આરબીઆઇએ બેંકોને સીટીએસ સુવિધાવાળા ચેક જાહેર કરવાની સલાહ આપી છે. 


ડિજિટલ લેણ-દેણમાં નંબર 1 નિકળી પીએનબીની રેકિંગ ડિજિટલ લેણ-દેણના મામલે સૌથી વધુ સરકારી બેંકના રૂપમાં કરવામાં આવી છે. પીએનબી દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર નાણા મંત્રાલય દ્વારા ડિજિટલ લેણ-દેણમાં 31 જુલાઇ 2018 સુધી બેંકિંગ ક્ષેત્રના પ્રદર્શનને લઇને તૈયાર રિપોર્ટમાં પીએનબીને સૌથી મોટી સરકારી બેંક ગણાવી છે. નાણાકીય સેવા વિભાગ (ડીફએસ)ના નિષ્કર્મો અનુસાર પીએનબીમાં કુલ ડિજિટલ લેણદેણ 0.83 ટકા લેણદેણમાં ટેક્નોલોજી રૂપે કોઇપણ પ્રકારની પરેશાની થાય છે. ડિજિટલ પ્રદર્શનના આધારે આ રિપોર્ટમાં દેશની બધી બેંકોમાં બધી શ્રેણીઓમાં પીએનબીને છઠ્ઠી મોટી બેંક ગણાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ડિજિટલ ઇંડીયા પહેલને લઇને બેંક સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બેંકને સરકાર દ્વારા 'ગુડ'નું રેટીંગ આપવામાં આવ્યું છે તથા '71' સ્કોર આપવામાં આવ્યો છે, જે પ્રદર્શનના આધારે સૌથી ટોચની શ્રેણી છે.'