ટ્રેનમાં મુસાફરી કરો છો તો રેલવેના આ નિયમો જાણવા ખૂબ જરૂરી : ભૂલ કરી તો ભોગવવું પડશે
Indian Railway: દરેક વ્યક્તિએ ક્યારેક તો રેલયાત્રા કરી જ હશે પણ ધણા ઓછા લોકોને ટ્રેનમાં મુસાફરીના નિયમો વિશેની ખબર હોય છે ભારતીય રેલવેએ યાત્રિકોની સુવિધા માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે અને તે નિયમો ક્યાં છે એ આપને જણાવીશું.
Indian Railway: દરેક વ્યક્તિએ ક્યારેક તો રેલયાત્રા કરી જ હશે પણ ધણા ઓછા લોકોને ટ્રેનમાં મુસાફરીના નિયમો વિશેની ખબર હોય છે ભારતીય રેલવેએ યાત્રિકોની સુવિધા માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે અને તે નિયમો ક્યાં છે એ આપને જણાવીશું.
જો તમારી ટ્રેન છૂટી જાય તો !
જો તમારી ટ્રેન છૂટી જાય તો આપે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કેમ કે આગળના બે સ્ટોપ સુધી અથવા આગામી એક કલાક સુધી ટીટીઈ તમારી સીટ કોઈ બીજા પ્રવાસીઓને આપી ન શકે. એનો અર્થ એ થયો કે, આગળના બે સ્ટોપ પરથી તમે સરળતાથી ટ્રેન પકડી શકો છો. ત્રણ સ્ટોપ બાદ આરએસી લીસ્ટમાં જે ક્રમ પ્રવાસીનો હોય તે પ્રવાસીને ટિકિટ આપી દેવમાં આવે છે.
રિફંડ
જો ટ્રેન છૂટી જાય તો ટીડીઆર એટલે કે ટિકિટ ડિપોઝિટ રિસિટ ફાઈલ કરવાનું હોય છે. જે મંજૂર થતા ટિકિટના 50 ટકા રકમ પરત મળે છે. રેલવે નિયમ અનુસાર મિડલ બર્થ ધરાવતો પ્રવાસી પોતાના બર્થ પર રાત્રીના દસથી સવારના 6 વાગ્યા સુધી સૂઈ શકે છે. સવારે 6 વાગ્યા બાદ બર્થ નીચે કરી દેવાનો હોય છે જેથી બીજા યાત્રીઓ યોગ્ય રીતે બેસી શકે.
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આજે 5:48 થી આ 3 રાશિનો શરૂ થયો સુવર્ણ સમય, 5 રાશિની માથે પનોતી બેઠી
આ પણ વાંચો: સૌથી મોટો સવાલ! આખરે કઈ રીતે બચાવી શકાય Income Tax, Budget પહેલાં જાણી લો
કેટલો સામાન લઈ જઈ શકાય
આપ ટ્રેનમાં જતા હોવ અને વધારે સામાન આપની પાસે હોય તોપણ આપે ચિંતા કરવાની જરૂર નથી..કોઈપણ મુસાફર એક પણ વધારાના પૈસા ચૂકવ્યા વિના તેની સાથે 50 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે... આ સિવાય ટિકિટની અલગ અલગ કેટેગરીમાં સામાન લઈ જવાની અલગ મર્યાદા છે. ઉદાહરણ તરીકે, એસી ફર્સ્ટ ક્લાસની ટિકિટ પર 70 કિલો સુધીનો માલ વિના મૂલ્યે લઈ શકાય છે.
આ પણ વાંચો: TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ
પક્ષી-પ્રાણી માટેનો નિયમ
હવે તમે તમારા પાળતુ પ્રાણીને પણ તમારી સાથે ટ્રેનમાં મુસાફરી કરાવી શકો છો. કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે. કોચમાં પ્રાણીઓ લઈને ચડી નથી શકાતુ પણ તે લગેજ કોચમાં રાખવામાં આવે છે. જેમાં પ્રાણીની જવાબદારી માલિકની હોય છે. આ માટે એક ખાસ ફોર્મ ભરવાનું હોય છે. જેમાં તેની કિંમત, સંખ્યા, પાંજરાની સંખ્યા અને વીમા અંગેની વિગત લખવાની હોય છે. પ્રવાસ દરમિયાન તેના જમવાની જવાબદારી માલિકની રહે છે. આ માટે પાંજરામાં જ તમામ વસ્તુ આપી દેવાની હોય છે. પંખીની જાતિ અંગે ટિકિટ વખતે સ્પષ્ટતા કરી દેવી.
રેલયાત્રા અટકી પડે તો
કોઈ પણ કારણોસર જેમ કે, ભૂસ્ખલન, પૂર, ભુકંપ અને કોઈ ટેકનિકલ ખામીને કારણે ટ્રેનયાત્રા નિર્ધારિત સ્ટોપ પહેલા અટકી પડે તો પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માટે પણ એક નિયમ છે. આવું થાય ત્યારે રેલતંત્ર પ્રવાસીઓને તેમના નિર્ધારિત સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરી દે છે. અથવા પૂરા પૈસા પાછા આપે છે. આ માટે પ્રવાસીએ પોતાની ટિકિટ સ્ટેશન માસ્તરને આપવાની હોય છે. જો વૈકલ્પિક વ્યવસ્થા સાથે સહમત ન હો તો જે તે અંતર સુધીનું ભાડું કટ કરીને પૈસા પરત કરે છે.
10 વાગ્યા બાદ ડિસ્ટર્બ ન કરી શકે
ટીટીઈ રાત્રીના 10 વાગ્યા બાદ કોઈ પ્રવાસીને ડિસ્ટર્બ ન કરી શકે. સવારે છ વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી જ ટિકિટ વેરિફિકેશન કરી શકે છે. 10 વાગ્યા બાદ તે કોઈ પ્રવાસીને ડિસ્ટર્બ ન કરી શકે. આ ગાઈડલાઈન રેલવેબોર્ડની છે.
વધારે કિંમત ન લઈ શકે. ટ્રેનમાં કોઈ તમારી સાથે છેતરપીંડિ કરે તો રેલવે એક્ટ 1989માં સ્પષ્ટરુપે. જો કોઈ વેપારી આવું કરે તો તેની સામે દંડ થઈ શકે છે. ઉપરાંત તેનું લાયસન્સ રદ થઈ શકે છે. આ માટે 1800111321 નંબર પર ફરિયાદ કરી શકાય છે.
આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: માન્યામાં નહીં આવે પણ સાચું છે, પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube