આજના સમયમાં લોન લેવી ખુબ સરળ બની ગઈ છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો કોઈ પણ બેંક તમને સરળતાથી કાર લોન, પર્સનલ લોન, કે હોમ લોન આપી દે છે. પરંતુ અનેકવાર એવું બનતું હોય છે કે લોકો લોનની જાળમાં ફસાઈ જાય છે અને આ કારણે ઈએમઆઈ ચૂકવવામાં વિલંબ થતો હોય છે. જો કોઈ વ્યક્તિ લોનનો હપ્તો ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહી હોય તો અમે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જેનાથી તેને રાહત મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેનેજરને સૂચના આપો
જો તમારે ઈએમઆઈ લેટ થઈ રહ્યો હોય કે ચૂકવી શકતા ન હોવ તો તેની જાણકારી સૌથી પહેલા બેંક મેનેજરને આપવી જોઈએ. તેમને તમારી સમસ્યા જણાવો. જો તમને એમ લાગતું હોય કે આગામી હપ્તો તમે ચૂકવી શકશો નહીં તો તમે તે પણ મેનેજરને જણાવી શકો છો. તેની સાથે ઈએમઆઈ હોલ્ડ માટે અરજી પણ કરી શકો છો. 


લોન રિસ્ટ્રક્ચરિંગ
હાલના સમજમાં જો તમારી આર્થિક પરિસ્થિતિ એવી ન હોય કે જ્યારે લોન લેતી વખતે હતી તો તમારા માટે લોન રિસ્ટ્રક્ચરિંગ એક સારો વિકલ્પ છે. તેની મદદથી તમે સરળતાથી તમારી લોનનો ઈએમઆઈ ઓછો કરાવી શકો છો. જો કે તેમાં તમારી લોનનો સમય વધી શકે છે. 


એરિયર ઈએમઆઈને પસંદ કરો
જ્યારે પણ લોન લેતા હોવ તો બેંક તરફથી ઈએમઆઈ મહિનાની શરૂઆતમાં કપાય છે. તેને એડવાન્સ ઈએમઆઈ કહે છે. એરિયર ઈએમઆઈ હેઠળ પેસા મહિનાના અંતમાં કપાય છે. જેના કારણે એરિયર ઈએમઆઈમાં તમને પૈસા ભેગા કરવા માટે સમય મળે છે. જેનાથી તમને રાહત મળશે. 


ક્રેડિટ રિપોર્ટ પર વાત કરો
જ્યારે પણ તમે ઈએમઆઈ ચૂકવવામાં મોડું કરો તો તેની સૂચના બેંક તરફથી ક્રેડિટ બ્યૂરોને આપવામાં આવે છે. આવામાં જ્યારે પણ તમે ઈએમઆઈ ન ચૂકવો તો બેંકને જાણ કરો. તમે ક્રેડિટ રિપોર્ટમાં ઈએમઆઈ ન ચૂકવવા અંગે રિપોર્ટ ન કરવા બાબતે રિક્વેસ્ટ પણ કરી શકો છો. જો કે તેના માટે તમારે બેંકને ભરોસો અપાવવો પડશે કે તમે સમયસર ઈએમઆઈ ચૂકવવા માટે સક્ષમ છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube