2000 રૂપિયાની નોટથી ખરીદવા ઈચ્છો છો સોનું? તો ફટાફટ જાણી લો આ સંલગ્ન નિયમ, નહીં તો પસ્તાશો
RBI તરફથી 2000 રૂપિયાની નોટોને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ હવે લોકો બે હજારની નોટોને બદલવા માટે સોનાની ખરીદી પણ કરી રહ્યા છે. 2 હજારની નોટો બંધ કરવાના નિર્ણય બાદ લોકો કેશ દ્વારા સોનું ખરીદી રહ્યા છે.
RBI તરફથી 2000 રૂપિયાની નોટોને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ હવે લોકો બે હજારની નોટોને બદલવા માટે સોનાની ખરીદી પણ કરી રહ્યા છે. 2 હજારની નોટો બંધ કરવાના નિર્ણય બાદ લોકો કેશ દ્વારા સોનું ખરીદી રહ્યા છે. જો કે નિયમો મુજબ જો તમે એક નિર્ધારિત મર્યાદા કરતા વધુ કેશ ચૂકવીને સોનાની ખરીદી કરી રહ્યા છો તો તેના બદલે તમારે પાન કાર્ડ દેખાડવું પડી શકે છે. આવામાં તમને એ પણ ખબર હોવી જોઈએ કે આઈડી કે પાન કાર્ડ દેખાડ્યા વગર કાયદેસર રીતે કેટલું સોનું ખરીદી શકાય છે.
સરકારે કર્યા છે કડક નિયમો
સરકારે રત્ન અને આભૂષણ ક્ષેત્રને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2000 ના દાયરામાં રાખીને કેશથી સોનાની ખરીદી પર લાગેલા પ્રતિબંધોને કડક કર્યા છે. સરકારે આ અંગે 28 ડિસેમ્બર 2020ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જ્વેલર્સને અધિનિયમ હેઠળ રિપોર્ટિંગ સંસ્થાઓ તરીકે નામિત કરવામાં આવ્યા છે. જેના માટે તેમને કેવાયસી માપદંડોના પાલન કરવાની જરૂરિયાત રહે છે. એટલે કે એક મર્યાદા કરતા વધુની લેવડદેવડ માટે ખરીદારોએ પાન કે આધાર કાર્ડ આપવું પડશે. આ સાથે જ 10 લાખ કે તેનાથી વધુ મૂલ્યની કેશ લેવડદેવડ માટે સરકારને રિપોર્ટ કરવું જરૂરી છે.
એક દિવસમાં ફક્ત 2 લાખ રૂપિયા સુધીની લેવડદેવડ
આવકવેરા કાયદો એક નિર્ધારિત રકમથી વધુની કેશ લેવડદેવડ પર રોક લગાવે છે. 1961ના આવકવેરા અધિનિયમની કલમ 269ST એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી કુલ મળીને 2 લાખ રૂપિયાથી વધુની કેશ લેવડદેવડ પર રોક લગાવે છે. આ રીતે જો તમે એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુના સોનાના દાગીના કેશમાં ખરીદો તો તમે આવકવેરાના કાયદાનો ભંગ કર્યો કહેવાશે. આવકવેરા અધિનયમની કલમ 271ડી મુજબ આ પ્રકારની લેવડદેવડમાં કેશ મેળવનાર કેશની લેવડદેવડ કરાયેલી રકમ બરાબર દંડ આપવાને પાત્ર ઠરશે.
જરૂરી છે પાન અથવા આધાર
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આવકવેરા અધિનિયમ 1962ના નિયમ 114બી હેઠળ 2 લાખ રૂપિયા કે તેનાથી વધુની કેશ રકમની લેવડદેવડ માટે સોનાની ખરીદી માટે PAN વિગતો રજૂ કરવી જરૂરી છે. જો તમે 2 લાખ રૂપિયા કે તેનાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરીને સોનું ખરીદો તો તમારે જ્વેલર્સને પાન ડિટેલ આપવી પડશે. PMLA ની ગાઈડલાઈન મુજબ એક લિમિટ કરતા વધુના ટ્રાન્ઝેક્શન માટે પણ PAN કે આધાર નંબર આપવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube