નવી દિલ્હીઃ તમે તમારી આસપાસ તમામ લોકોને તે કહેતા સાંભળ્યા હશે કે ગમે એટલો પ્રયાસ કરવા છતાં પૈસાની બચત થતી નથી. ઘણીવાર તો મહિનો પૂરો થતાં પહેલા એકાઉન્ટમાંથી પગાર પૂરો થઈ જાય છે. હકીકતમાં આ સમસ્યા આદતની છે. જો તમારો સ્વભાવ ખર્ચીલો છો અને બચત પર ધ્યાન આપતા નથી, તો તમારી કમાણી ગમે એટલી કેમ ન હોય પૈસાની બચત કરવી મુશ્કેલ બની જાય છે. જો તમારે તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરવું છે તો બચત જરૂરી છે કારણ કે બચતને રોકાણ કરી તમે મોટું ફંડ તૈયાર કરી શકો છો. જો તમે તે લોકોમાંથી છો જે નો પગાર Month End પહેલા ઉડી ડાય છે તો કેટલીક ટિપ્સ એપ્લાય કરો, ફાયદામાં રહેશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 દિવસનું બજેટ બનાવો
બજેટ બનાવવું આજના સમયમાં લોકોને બોરિંગ લાગે છે, પરંતુ પહેલાના સમયમાં લોકો બજેટ બનાવી ખર્ચ કરતા હતા અને નાની આવકમાંથી પણ બચત કરી લેતા હતા. જો તમે પણ બચત કરવા ઈચ્છો છો તો સેલેરી એકાઉન્ટમાં ક્રિડેટ થતાં પહેલા બજેટ તૈયાર કરો. તે વસ્તુનું લિસ્ટ બનાવો જેની ખરીદી કરવી જરૂરી છે. આ લિસ્ટમાં ઘરનું ભાડુ, વીજળી બીલ, લોન, રાશન અને બાળકોની જરૂરી ફી સામેલ કરો. ઇપલ્સિવ ખરીદીથી બચવાનો પ્રયાસ કરો. તે તમારૂ બજેટ બગાડી શકે છે.


આ પણ વાંચોઃ 1300 રૂપિયા સુધી જશે આ સરકારી કંપનીનો શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદો


ઓનલાઈનની જગ્યાએ રોકડમાં ખરીદી કરો
ઓનલાઈન શોપિંગ કરવાની જગ્યાએ રોકડમાં ખરીદી કરો. ઓનલાઈન ખરીદીની ચક્કરમાં તમે તમારા ખર્ચને કંટ્રોલ કરી શકતા નથી. તેથી પ્રયાસ કરો કે ઘર માટે જે બજેટ તૈયાર કર્યું છે, તે પ્રમાણે રોકડ પૈસા પાસે રાખો અને ખરીદી કરો. આ સિવાય રોકડની પણ જરૂરીયાત છે તે પ્રમાણે પાસે રાખો. તમારી પાસે જેટલા રોકડા વધારે હશે એટલો ખર્ચ વધુ કરશો. 


બચતના પૈસા પહેલા કાઢી લો
તમારો પગાર ખાતામાં આવતા સૌથી પહેલા સેવિંગના પૈસા અલગ કરી દો. નાણાકીય રૂલ કહે છે કે દરેકે પોતાના પગારના 20 ટકાની બચત કરવી જોઈએ. તમે પણ તમારી આવકના 20 ટકા ભાગને બચતના નામે અલગ કરી દો અને આ રકમને કોઈ સ્કીમમાં રોકાણ કરી દો. ત્યારબાદ બાકી વધેલા પૈસા પ્રમાણે ઘરનું બજેટ બનાવો.


આ પણ વાંચોઃ નાણાકીય વર્ષ  2023-24 ને શેર બજારે જોરદાર તેજી સાથે આપી વિદાય, 3 લાખ કરોડનો ફાયદો


આ ખર્ચ પર કામ મૂકો
બહારનું ભોજન, મોંઘા બ્રાન્ડેડ કપડા, ગેજેટ્સ, પાર્ટી વગેરેના ખર્ચા શો ઓફ કરવાના છે, તેને ઘટાડવાનો પ્રયાસ કરો. પરિવારની સાથે મહિનામાં એક કે બે વખત આઉટિંગ કરી શકાય છે. પરંતુ દર સપ્તાહે બહાર જવું, ગમે ત્યારે બહાર જમવું આ તમારૂ બજેટ જ બગાડતું નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. આ સિવાય મોંઘા બ્રાન્ડેડ કપડા, ગેજેટ્સ, પાર્ટી અને એક સાથે ઘણા ઓટીટી સબ્સક્રિપ્શન ટાળી શકાય છે. એન્ટરટેઈનમેન્ટ માટે એક કે બે ઓટીટી સબ્સક્રિપ્શન પર્યાપ્ત છે. 


સ્વાસ્થ્ય સુધારો
આપણામાંથી મોટા ભાગના લોકો એવા છે જે સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી. પરંતુ જો તમારૂ સ્વાસ્થ્ય સારૂ નહીં હોય તો તમારા પૈસા સારવારમાં ખર્ચ થશે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સારૂ ભોજન કરો, એક્સરસાઇઝ કરો અને ખુદને હેલ્ધી બનાવી રાખો. મુશ્કેલ સમયમાં ખર્ચથી બચવા માટે તમારે હેલ્થ ઈન્શ્યોરન્સ પણ લેવો જોઈએ.