IFCI Share Price: 10 મહિના પહેલા કંપનીનો શેર ફક્ત 9 રૂપિયાનો હતો હતો અને આજે 61 રૂપિયા પાર પહોંચી ગયો છે. 28 માર્ચ 2023ના રોજ જે કોઈએ એક લાખ રૂપિયામાં IFCI ના 11111 શેર ખરીદ્યા હશે તેની વેલ્યુ આજે 678333 રૂપિયા થઈ ગઈ હશે. એટલે કે આ સમયગાળામાં 7 ગણો ઉછાળો આવ્યો છે.  છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોકે લગભગ 40 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. તેમાં 3 વાર 10 ટકાની અપર સર્કિટ લાગી ચૂકી છે. આજે પણ આ સ્ટોક 59.95 રૂપિયા પર ખુલ્યો અને 56.50 રૂપિયા સુધી આવ્યા બાદ અપર સર્કિટ સાથે 61.05 રૂપિયા પર પહોંચ્યો. તેનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 63.85 રૂપિયા અને લો લેવલ 9 રૂપિયા છે. એટલું જ નહીં માત્ર એક વર્ષમાં તેણે પોતાના રોકાણકારોના પૈસા પાંચ ગણા કરી નાખ્યા છે. એક વર્ષ પહેલા જેણે આઈએફસીઆઈના શેરમાં એક લાખ રૂપિયા રોક્યા હશે, તેના પૈસા વધીને 4.84 લાખ રૂપિયા થઈ ગયા હશે. આ સમયગાળામાં તેણે 384 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાઈસ શોકર્સ સ્ટોક
IFCI પ્રાઈસ શોકર્સ સ્ટોક બનેલો છે. છેલ્લા ત્રણ દિવસમાં તેણે 15 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા સાત દિવસમાં 52 અને 15 દિવસમાં 104 ટકા ઉછળ્યો છે. એનએસઈની ઓર્ડર બુકમાં આજે 8631171 શેર ખરીદી માટે લાઈનમાં છે પરંતુ કોઈ વેચવા માટે તૈયાર નથી. કંપનીની માર્કેટ કેપ 15,19,909.26 લાખ રૂપિયા છે. 


ધૈર્યવાન રોકાણકારોને માલામાલ કર્યા
IFCI ના શેર છેલ્લા 3 મહિનામાં 181 ટકાનું રિટર્ન આપી ચૂકયા છે. ગત એક વર્ષમાં તેણે પોતાના રોકાણકારોના એક લાખ 4.81 લાખ રૂપિયામાં ફેરવી દીધા છે. આ સમયગાળામાં તેણે 384 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 593 ટકા અને 5 વર્ષમાં 348 ટકાનું રિટર્ન આપીને આ છોટું શેરે પોતાના ધીરજવાળા રોકાણકારોને માલામાલ કરી દીધા છે. 


વિદેશી રોકાણકારો પણ ફીદા
શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો તેના પર વિદેશી રોકાણકારો પણ ફિદા છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં સંસ્થાગત વિદેશી રોકાણકારોએ પોતાની ભાગીદારી વધારીને 1.87 થી 2.08 ટકા કરી લીધી છે. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ પોતાના શેર હોલ્ડિંગ 1.97 થી 1.98 ટકા કરી લીધી છે. અન્ય પાસે ભાગીદારી 25.62 ટકા છે, જ્યારે પ્રમોટર્સ પાસે 70.32 ટકા. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube