₹20 ના IPO નો કમાલ, 1 લાખના બની ગયા 21 કરોડ રૂપિયા, બોનસ-સ્પ્લિટની પણ ભેટ
સ્મોલ-કેપ કંપની આઈએફએલ એન્ટરપ્રાઇઝે પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આઈપીઓ લોન્ચ કર્યાના ત્રણ વર્ષની અંદર કંપનીએ બોનસ શેર અને સ્પ્લિટનો ફાયદો આપી ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે.
Multibagger Stock: સ્મોલ-કેપ કંપની આઈએફએલ એન્ટરપ્રાઇઝ (IFL Enterprises)એ પોતાના ઈન્વેસ્ટરેને છેલ્લા કેટલાક વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન કંપનીએ પોતાના શેરહોલ્ડર્સને બે વખત બોનસ શેર અને એક સ્ટોક સ્પ્લિટની ભેટ આપી છે. નોંધનીય છે કે માર્ચ 2020માં આઈએફએલ એન્ટરપ્રાઇઝનો BSE SME આઈપીઓ લોન્ચ થયો હતો. તે આઈપીઓ 20 રૂપિયા પ્રતિ શેર પર લોન્ચ થયો હતો. 21 માર્ચે કંપનીના શેરનું લિસ્ટિંગ બીએસઈ ઈન્ડેક્સ પર થયું હતું. જો કોઈ ઈન્વેસ્ટરને આ આઈપીયો અલોટ થયો હોત તો તેના 1.20 લાખ રૂપિયા આજના દિવસે 21.63 કરોડ બની ગયા હોત. નોંધનીય છે કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે કંપનીના શેર 0.77 ટકાની તેજીની સાથે 14.42 રૂપિયા પર બંધ થયા હતા.
બોનસ શેર હિસ્ટ્રી
બીએસઈની સત્તાવાર વેબસાઇટ અનુસાર 21 સપ્ટેમ્બર 2022ના આઈએફએલ એન્ટરપ્રાઇઝના સ્ટોકે 1: 1 ના રેશિયોમાં એક્સ-બોનસ પર કારોબાર કર્યો. એટલે કે કંપનીએ પોતાના શેરધારકોને 1 શેરના બદલામાં 1 બોનસ શેર આપ્યો હતો. બીજીતરફ 21 એપ્રિલ 2023ના કંપનીના સ્ટોકે 1:4 ના રેશિયોમાં એક્સ-બોનસ પર કારોબાર કર્યો હતો. એટલે કંપનીએ પોતાના શેરધારકોને 4 શેરના બદલામાં 1 શેરની ભેટ આપી હતી.
સ્ટોક સ્પિલટ
બીજીતરફ SME સ્ટોકે 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ માટે 21 એપ્રિલ, 2023ના એક્સ-સ્પ્લિટ પર કારોબાર કર્યો. એટલે કે 10 રૂપિયા ફેસ વેલ્યૂ એક સ્ટોકને 1 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના 10 ટુકડા કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, જો તમને ખબર હોય તો તમારે બેંકમાં જવું નહીં પડે
આજે થઈ ગયા હોત 1,50,000 શેર
નોંધનીય છે કે આ સ્મોલ-કેપ કંપનીના આઈપીઓની લોટ સાઇઝ 6000 શેરની હતી. એટલે કે 1:1 માં બોનસ શેર જારી થયા બાદ ઈન્વેસ્ટરોનું શેરહોલ્ડિંગ વધીને 12,000 (6,000 x 2) થઈ જાત. ત્યારબાદ 1:4 માં બોનસ શેર જારી થયા બાદ શેરહોલ્ડિંગ વધીને 15,000 [12,000 x {(1 + 4) / 4}] થઈ ગઈ હોત. આ સિવાય 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ થયા બાદ 15000 શેર વધીને 1,50,000 શેર થઈ ગયા હોત.
1 લાખના બની ગયા 21 કરોડ
જેમ કે આઈએફએલ એન્ટરપ્રાઇઝના શેરની કિંમત આજે 14.42 રૂપિયા છે. આ પ્રમાણે જુઓ તો જો કોઈ ઈન્વેસ્ટરે આજ સુધી આ એસએમઈ સ્ટોકમાં રોકાણ કર્યું હોત તો તેના 1.20 લાખ રૂપિયાની કિંમત 21.63 કરોડ (14.42 x 1,50,000) રૂપિયા થઈ ગઈ હોત.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
આ પણ વાંચોઃ 1 લાખ રૂપિયાના રોકાણને બનાવી દીધા 80 લાખ... ત્રણ વર્ષમાં આપ્યું તોફાની રિટર્ન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube