નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ફર્નીચર રિટેલર કંપની IKEA એ ગુરૂવારે (09 ઓગસ્ટ)ના રોજ હૈદ્વાબાદમાં પ્રથમ સ્ટોર ખોલ્યો. આ સ્ટોરમાં 1,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. તેનાથી 800 લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે. કંપનીએ વાયદો કર્યો છે કે આ કર્મચારીઓમાં અડધી મહિલાઓ હશે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે સ્ટોર 13 એકરમાં ફેલાયેલો છે. તેમાં 7,000થી વધુ આઇકિયા ઉત્પાદનો હશે તેમાંથી 2,000 ઉત્પાદનોની કિંમત 200થી ઓછી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દાયકાથી સ્ટોર ખોલાવની ઇચ્છા હતી કંપનીની
કંપની લગભગ એક દાયકાથી ભારતમાં સ્ટોર ખોલવાનું ઇચ્છતી હતી. કંપનીએ કહ્યું કે તેણે પહેલાં આ સ્ટોર ખોલવાની તારીખ 19 જુલાઇ નક્કી કરી હતી. કારણ કે તેને ગ્રાહકો અને સહકર્મીઓના પ્રતિ અપેક્ષિત ગુણવત્તા પ્રતિબદ્ધતાઓને પુરી કરવા માટે વધુ સમયની જરૂરિયાત છે. આઇકિયા રિટેલ ઇન્ડીયાના મુખ્ય કાર્યકારી અધિકારી પીટર બેટજેલે કહ્યું કે 'અમારી મુખ્ય પ્રાથમિકતા ગ્રાહકો અને સહકર્મીઓ બંને માટે એક પ્રેરણાદાયક અને સુરક્ષિત અનુભવ તૈયાર કરવાની છે. હૈદ્વાબાદમાં પ્રથમ ભારતીય આઇકિયા સ્ટોરને ખોલવા માટે ઘણુ બધુ છે અને અમે ભારતીય ગ્રાહકો માટે સારો આઇકિયા રજૂ કરવા માંગીએ છીએ.''


ગુરૂગ્રામમાં પણ સ્ટોર ખોલશે કંપની
આ સ્ટોરમાં 1,000 સીટોવાળી એક રેંસ્ટોરેંટ રહેશે, જે આઇકિયાના દુનિયાભરમાં ફેલાયેલા 400થી સ્ટોરોમાંથી સૌથી મોટી હશે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે વર્ષ 2025 સુધી ભારતમાં 25 સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી છે. કંપનીએ કહ્યું છે કે તેમની યોજના દેશના 40 શહેરોમાં સ્ટોર શરૂ કરવાની છે. હૈદ્વાબાદ બાદ મુંબઇ સ્ટોર જૂન 2019 સુધી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ બેંગ્લોર અને ગુરૂગ્રામમાં સ્ટોર શરૂ કરશે.