જોરદાર કમાણી માટે થઈ જાવ તૈયાર, 6 જૂને ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ થઈ નક્કી
IPO Alerts: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. IKIO લાઇટિંગનો આઈપીઓ 6 જૂનથી ખુલી રહ્યો છે. તમે 8 જૂન સુધી તેમાં રોકાણ કરી શકો છો. કંપનીએ પ્રાઇઝ બેન્ડ પણ ફિક્સ કરી દીધી છે.
IPO Alerts: બજારમાં જોરદાર કમાણી કરવા માટે તૈયાર થઈ જાવ. જલદી નવો આઈપીઓ ખુલવાનો છે. IKIO લાઇટિંગનો આઈપીઓ 6 જૂન 2023ના ખુલી રહ્યો છે. પબ્લિક ઈશ્યૂમાં બોલી લગાવવાની છેલ્લી તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ પણ નક્કી કરી દીધી છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે IPO 5 જૂનથી ખુલી જશે. નોંધનીય છે કે કંપનીની યોજના IPO દ્વારા 600 કરોડનું ભંડ ભેગુ કરવાની છે.
IPO માટે પ્રાઇઝ બેન્ડ ફિક્સ
LED લાઇટિંગ સોલ્યુશન ઉપલબ્ધ કરાવનારી કંપનીએ આઈપીઓ માટે પ્રતિ શેર 270-285 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરી છે. આઈપીઓમાં લગાવેલા પૈસાનું રિફંડ 14 જૂને થશે. IPO બાદ એક્સચેન્જ પર શેર 16 જૂને લિસ્ટ થશે.
IPO માં પ્રમોટર વેચશે ભાગીદારી
કંપનીએ જણાવ્યું કે IPO માં 350 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી થશે. સાથે ઓફર ફોર સેલ એટલે કે OFS માં પ્રમોટર્સ 90 લાખ ઇક્વિટી શેર વેચશે. પ્રમોટર્સમાં હરદીપ સિંહ અને સુરમીત સિંહ સામેલ છે. અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે કંપની IPO દ્વારા 600 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ લખપતિ બનવું હોય તો ખરીદી લો આ સ્ટોક: 2-3 દિવસમાં ઝડપી આપશે વળતર
ક્યાં થશે ફંડનો ઉપયોગ?
IPO માં મળેલી રકમનો ઉપયોગ લોનની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે કરવામાં આવશે. તેમાં લોનની ચુકવણી માટે 50 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. કંપની 212.31 કરોડ રૂપિયાનો ઉપયોગ નોઇડામાં નવો પ્લાન્ટ બનાવવા માટે કરશે. આ સિવાય સંપૂર્ણ માલિકીવાળી કંપની IKIO Solutions ના સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે કરવામાં આવશે.
શું કરે છે કંપની?
IKIO લાઇટિંગ કંપની LED લાઇટિંગ સોલ્યુશન્સના પ્રોડક્શનની દિગ્ગજ કંપની છે. કંપનીનું ફોકસ ડિઝાઇન, ડેવલોપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને LED પ્રોડક્ટ્સની સપ્લાય કરે છે. કંપનીએ બનાવેલી દરેક પ્રોડક્ટ્સ આ બ્રાન્ડ દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે.
આ પણ વાંચોઃ New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન
IKIO લાઇટિંગની નાણાકીય સ્થિતિ
FY23માં કંપનીની ચોખ્ખી આવક રૂ. 331.84 કરોડ હતી, જે એક વર્ષ અગાઉ રૂ. 213.45 કરોડ હતી. નફો પણ રૂ. 28.81 કરોડથી વધીને રૂ. 50.52 કરોડ થયો છે. ડિસેમ્બર 2022 સુધીના ડેટા અનુસાર, IKIO લાઇટિંગ પર કુલ દેવું 145.27 કરોડ રૂપિયા હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube